Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

C.M.'s condolences : મુખ્યમંત્રીની પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ

C.M.'s condolences : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી  ------------ મુખ્યમંત્રીશ્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી -------------- C.M.'s condolences : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ...
c m  s condolences   મુખ્યમંત્રીની પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને શ્રદ્ધાંજલિ
Advertisement

C.M.'s condolences : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
 ------------
મુખ્યમંત્રીશ્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી
--------------

C.M.'s condolences : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Advertisement

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે.

Advertisement

તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શોક સંતૃપ્ત પરિવારજનોને ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

C.M.'s condolences: દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.

મુખ્યમંત્રીની સાથે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયરશ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા,  ભીખાભાઈ બારૈયા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, રેન્જ આઇ.જી  ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.

આ પણ વાંચો: Pahalgam Terror Attack : ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

Tags :
Advertisement

.

×