ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જીવલેણ ત્વચા રોગથી પીડાતી 35 વર્ષિય મહિલાનો બચાવ્યો જીવ

સિવિલ હોસ્પિટલના ડોક્ટરો બન્યા દેવદૂત; દૂર્લભ અને જીવલેણ ત્વચા રોગને આપી માત
03:54 PM Jul 22, 2025 IST | Mujahid Tunvar
સિવિલ હોસ્પિટલના ડોક્ટરો બન્યા દેવદૂત; દૂર્લભ અને જીવલેણ ત્વચા રોગને આપી માત

35 વર્ષની એક મહિલા સિવિલ હોસ્પિટલની ઈમર્જન્સી વોર્ડમાં ગંભીર ત્વચા રોગ Toxic Epidermal Necrolysis (TEN)ના લક્ષણો સાથે દાખલ કરવામાં આવી હતી. મહિલાએ માથાનો દુખાવો થવાથી 7 દિવસ સુધી બહારથી ખરીદેલી બિનવિધાનસાર દવાઓ લીધી હતી, જેના પરિણામે આ ગંભીર સ્થિતિ ઉભી થઈ.

Toxic Epidermal Necrolysis (TEN) એ અત્યંત દુર્લભ અને જીવલેણ ત્વચા રોગ છે, જે દવા પ્રતિક્રિયા કારણે થાય છે અને તેમાં નીચે મુજબના લક્ષણો જોવા મળે છે:
ત્વચા વિસ્તૃત પ્રમાણમાં છૂટી પડવી અને છાલા પડવા જેવી અસર, જે ગંભીર બર્ન જેવી દેખાય છે
• શ્લેષ્મકલા(આંખો, મોં, યૌન અંગો) પર અસર
• તાવ, થાક, અને ચેપનાં લક્ષણો સહિતની તકલીફો

આ દર્દી પાસે 3 દિવસમાં ત્વચા ઉખડવાનું અને શ્લેષ્મકલા ક્ષતિ સાથે ગંભીર ચેપ (સેપ્સિસ)ના લક્ષણો ઊભા થયા. બ્લડ ટેસ્ટમાં વાયરલ ઇન્ફેક્શન અને લ્યુકોસાઇટ કાઉન્ટ વધેલું જોવા મળ્યું. સ્થિતિને ધ્યાનમાં લઈને દર્દીને તાત્કાલિક આઈસીઆયુમાં દાખલ કરવામાં આવી અને ડર્મેટોલોજી અને ઈમરજન્સી તબીબોની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.

ઇન્ફેક્શન કંટ્રોલ અને ફ્લૂઇડ મેનેજમેન્ટ બાદ, દર્દીને ઇન્ટ્રાવેનોસ ઇમ્યુનોગ્લોબ્યુલિન (IVIG) આપવામાં આવ્યું. IVIG એક કિંમતી પરંતુ અસરકારક દવા છે, જે ખાસ કરીને TEN અને સેપ્સિસ જેવી સ્થિતિમાં ઉપયોગી સાબિત થાય છે જ્યાં રોગ પ્રતિકારક શકિત ને ઓછી કરતી દવાઓ આપવી શક્ય નથી. આ દવાનો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારનો ખર્ચ લાખો રૂપિયામાં થાય છે. જોકે, દર્દીની સિવિલ હોસ્પિટલમાં મફતમાં સારવાર શક્ય બની હતી.

આ દર્દી માટે સિવિલ હોસ્પિટલના હોશિયાર ડોક્ટરોની ટીમે પણ ખુબ જ મહેનત કરી હતી. સ્કિન ડિપાર્ટમેન્ટના વડા ડોક્ટર અમિતા સુતરીયા અને ઇમરજન્સી મેડીસીન ડિપાર્ટમેન્ટ ના ડોક્ટર ચિરાગ પટેલની મહેનત અંતે રંગ લાવી હતી.

IVIGના સમયસર અને યોગ્ય ઉપયોગથી દર્દીની ત્વચા સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો અને આખરે તેણીને સંપૂર્ણ સ્વસ્થ સ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવી છે. હાલમાં દર્દી નિયમિત અનુસંધાન હેઠળ છે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીની નેતૃત્વભરી કોશિશો અને ગુજરાત સરકારના મજબૂત સહકારથી સફળ સારવાર શક્ય બની છે. IVIG જેવી જીવ બચાવનારી દવાના સરળ ઉપલબ્ધિથી હવે ઘણી ગંભીર સ્થિતિઓમાં પણ અસરકારક ઇલાજ શક્ય બન્યો છે, જે અનેક દર્દીઓ માટે જીવનદાનરૂપ સાબિત થઈ રહ્યો છે.

અહેવાલ: સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો- અંબાજી ખાતે યોજાઇ ભાદરવી મહાકુંભ 2025 સેવા કેમ્પોના પ્રતિનિધિઓની જાહેર મીટીંગ

Tags :
Civil Hospital
Next Article