Ambaji ભાદરવી મહાકુંભમાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
- Ambaji ભાદરવી મહાકુંભનો પારંભ થઇ ચૂક્યો છે
- “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
- અંબાજી મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ જોવા મળ્યા
"આસ્થા તમારી વ્યવસ્થા અમારી"ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહાકુંભ 2025 નો સોમવારે સવારે વિધવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.તંત્ર દ્વારા પદયાત્રીઓને વિવિધ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે.અંબાજી મેળામાં પ્રથમ દિવસથી જ બહોળી સંખ્યામાં પદયાત્રીઓ માઁ અંબેના ધામમાં પહોંચ્યા છે. અંબાજી મંદિરની અંદર ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરતાં જોવા મળી રહ્યા છે. સવાર અને સાંજની આરતીમાં પણ ભક્તો માતાજીની આરાધના કરતા જોવા મળે છે.
Ambaji ભાદરવી મહાકુંભ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે અભિયાન શરૂ
નોંધનીય છે કે અંબાજી મહાકુંભમા ચાલુ વર્ષે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે.જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના નેતૃત્વ હેઠળ કુલ 1500 જેટલા સફાઈકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે.ટ્રેક્ટર થકી કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.અંબાજી તથા આજુબાજુના રસ્તાઓ પર સફાઈને લીધે માર્ગો ચમકતા સાથે સ્વચ્છતા જોવા મળી રહી છે. સફાઈ એજન્સી અને ક્લાસ વન અધિકારીના નેતૃત્વ હેઠળ અંબાજીથી અલગ અલગ માર્ગો અને છેક ગબ્બર સુધી રાત દિવસ સફાઈ કર્મચારીઓ અલગ અલગ શિફ્ટમાં સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપી રહ્યા છે.
Ambaji મંદિરમાં સાંજની આરતીમાં ભક્તોની ભારે ભીડ
શક્તિપીઠ અંબાજી મંદિરમાં સાંજની આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.બોલ મારી અંબે જય જય અંબેના નાથ સાથે ભક્તો અંબાજી તરફ આવી રહ્યા છે.માતાજીના ધામમાં ભક્તો દૂર દૂરથી અંબાજી મંદિર મા આવીને માં અંબાને નવરાત્રીમા પોતાના ઘરે પધારવા આમંત્રણ આપવા આવતા હોય છે.
2 દિવસમાં 3,70,000 ભક્તોએ દર્શન કર્યા
અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ આરતીમાં જોવા મળી
અંબાજી તરફના માર્ગો પર ભીડ સાથે ભક્તો અંબાજી માર્ગો પર જય જય અંબે કરતા જોવા મળ્યા
અંબાજી મંદિરમાં આઠમ અને નવમના દિવસે 3,71,111 ભક્તોએ દર્શન કર્યા
ઉડન ખટોલા મા 9,954 ભક્તોએ મુસાફરી કરી
બસ મા મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યા 22,516
બસ ની કુલ ટ્રિપો 433
ધજા રોહણ 140
ભોજન પ્રસાદ કરનાર ભક્તોની સંખ્યા 46,579
પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા 3,35,316
ચીકી પ્રસાદની સંખ્યા 4,751
તમામ ભંડાર કેન્દ્રોમા આવક 29,44,753
આરોગ્ય વિભાગ દ્વારા 1192 લોકોને સારવાર અપાઈ
બાળ સુરક્ષા 236 લોકોને અપાઈ
અહેવાલ: શક્તિસિંહ રાજપુત,અંબાજી
આ પણ વાંચો: Chaitar Vasava : 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવા થશે મુક્ત


