ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ

Gujarat: આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ યથાવત ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે.
09:06 AM Dec 28, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat: આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ યથાવત ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે.
Gujarat
  1. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ
  2. વાદળોના કારણે અત્યારે ઠંડીનું જોર પણ ખુબ જ વધ્યું
  3. રાજ્યમાં અનેક જગ્યાએ માવઠાની અસરને પગલે વરસાદ થયો

Gujarat: આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ યથાવત ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. વાદળોના કારણે અત્યારે ઠંડીનું જોર પણ ખુબ જ વધી રહ્યું છે. જેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહીં છે. રાજ્યમાં અનેક જગ્યાએ માવઠાની અસરને પગલે વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં પણ સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળ્યું છે.

આ પણ વાંચો: Gondal : પાટીદળ ગામનાં મકાનમાંથી વિદેશી દારૂની 350 પેટી મળી, 26 લાખનો મુદ્દામાલ જપ્ત

આજે વહેલી સવારથી શહેરમાં ધુમ્મસની ચાદર પથરાઈ

નોંધનીય છે કે, આજે અમદાવાદ શહેરમાં ધુમ્મસની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો વહેલી સવારથીસ જોવા મળ્યાં હતા. તાપમાનમાં 02 થી 03 ડિગ્રીના ઘટાડા સાથે થોડો પવન હોવાથી ઠંડીની અસર પણ જોવા મળી છે. એટલું જ નહીં પરંતુ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી વાહનચાલકોને હેડ લાઈટ ચાલુ રાખીને ડ્રાઈવિંગ કરવાની ફરજ પડી છે. રાજ્યમાં માવઠા અને વરસાદી માહોલ થી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Kutch : પોલીસને પડકાર! જાહેરમાં બૂમો પાડીને દારૂ વેચતા બુટલેગરનો Video વાઇરલ

રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાનો વરસાદ થયો છે

હવામાન વિભાગ દ્વારા આગામી 30 તારીખે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં માવઠાનો વરસાદ થાય તેવી સંભાવનાઓ છે. વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે અત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાનો વરસાદ થયો છે. એટલું જ નહીં પરંતુ 29,30 અને 31 તારીખે ઠંડીનું જોર વધે તેવી પણ તેવું હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે.

આ પણ વાંચો: લીંબડી-અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત, આગ લાગતા ટ્રક બળીને ખાખ

Tags :
Cloudy weatherGujarat Cloudy weatherGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newsrain forecastRain Forecast in GujaratRain Forecast UpdateTop Gujarati News
Next Article