Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CM Bhupendra Patel ની કચ્છ મુલાકાત, રૂ. 500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) આજે કચ્છની (kutch) મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ કુલ રૂ. 500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરશે. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આજની મુલાકાતથી કચ્છના વિકાસને વધુ બળ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
cm bhupendra patel ની કચ્છ મુલાકાત  રૂ  500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત
Advertisement
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) કચ્છની મુલાકાતે
  • ભુજ અને ગાંધીધામમાં વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
  • 500 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
  • ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું કરશે અનાવરણ

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) કચ્છ (Kutch) જિલ્લાના વિકાસને વધુ વેગ આપવા એક દિવસની મહત્વપૂર્ણ મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ કુલ રૂ. 500 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.

Advertisement

CM ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel)  કચ્છની મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) સૌથી પહેલાં ગાંધીધામ પહોંચશે, જ્યાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા રુ.176 કરોડના અનેક વિકાસકાર્યોનો શુભારંભ કરાવશે.આ ઐતિહાસિક મુલાકાતમાં મુખ્યમંત્રી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું પણ અનાવરણ કરશે. આ પ્રસંગે તેઓ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને બાબાસાહેબના સમાનતા, ન્યાય અને બંધુત્વના વિચારોને યાદ કરશે, જે સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ આપશે.

Advertisement

કચ્છના વિકાસને વધુ ગતિ મળશે

છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છ જિલ્લાને અબજો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સ મળ્યા છે, જેનું પરિણામ આજે જિલ્લાના ખૂણે ખૂણે દેખાઈ રહ્યું છે. આજની મુલાકાત અને નવા પ્રોજેક્ટ્સથી કચ્છના વિકાસને વધુ ગતિ મળશે તેવી આશ છે. કચ્છના લોકો માટે આ દિવસ એક નવા વિકાસના અધ્યાયનો પ્રારંભ બની રહેશે.

આ પણ વાંચો :  Gandhinagar : નિમણૂક પત્ર એનાયત સમારોહમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે રમૂજી અંદાજમાં કરી હળવી ટકોર!

Tags :
Advertisement

.

×