Gujarat: હજી પણ ઠંડીમાં ઘટાડો થવાની કોઈ સંભાવનાઓ નથી! જાણો શું કહ્યું હવામાન વિભાગે
- મોટાભાગે 15 જાન્યુઆરી પછી તાપમાનમાં વધારો થાય છે
- આજે વહેલી સવારથી પવન ફૂંકાયો જેથી ઠંડીનું જોર વધ્યું
- 18 તારીખે ઠંડીમાં આંશિક રાહત મળે તેવી સંભાવનાઓઃ હવામાન વિભાગ
Gujarat: ગુજરાતીએ ઉત્તરાયણ ખુબ જ મોજથી ઉજવી છે, વહેલી સવારથી જ ઠંડીની કઈ પરવાહ કર્યાં વગર ધાબે ચઢી ગયાં હતાં. જો કે, ઉત્તરાયણ દરમિયાન ઠંડીનું જોર પ્રમાણમાં જ રહ્યું હતું. પરંતુ હવે ગુજરાતમાં ઠંડીનું જોર કેવું રહેશે? મોટાભાગે 15 જાન્યુઆરી પછી તાપમાનમાં વધારો થતો હોય છે, પરંતુ આ વખતે શિયાળો વધારે ચાલે તેવું લાગી રહ્યું છે. આજે વહેલી સવારથી પવન ફૂંકાયો જેથી ઠંડીનું જોર વધ્યું હતું. આગામી ત્રણ-ચાર દિવસ સુધી હતી તાપમાનમાં વધારો થવાની કોઈઓ સંભાવના નથી, હજી પણ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.
આ પણ વાંચો: Junagadh : 'Mahakumbh' સ્પેશિયલ ટ્રેનને આખરે મળ્યું જુનાગઢનું સ્ટોપેજ
18 તારીખ પછી પવનની ગતિમાં પણ ઘટાડો થઈ શકે
જો કે, હવામાન વિભાગે 18 તારીખને લઈને કહ્યું કે, આ તારીખે ઠંડીમાં આંશિક રાહત મળે તેવી સંભાવનાઓ છે. આ દરમિયાન તાપમાન 1થી2 ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે. આ 18 તારીખ પછી પવનની ગતિમાં પણ ઘટાડો થઈ શકે છે. જો કે, 18 તારીખ પછી ઝાંકળ પડશે તેવું લાગી રહ્યું છે. જોકે, આખા રાજ્યમાં તેનો પ્રભાવ જોવા નહીં મળે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાંકળો પડી શકે છે. એટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ઝાકળ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: પુરવઠા વિભાગ-પોલીસની સંયુક્ત કાર્યવાહી, ફેક્ટરીમાંથી શંકાસ્પદ પેટ્રોલિયમ પેદાશોનો જથ્થો ઝડપ્યો
રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાયા
નોંધનીય છે કે, હજી થોડા દિવસ ઠંડી રહેશે તો શિયાળું પાકને ફાયદો થશે તેવું ખેડૂતોનું માનવું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાયા છે. જેના કારણે ઠંડી વધારે લાગી રહી છે. શહેરી વિસ્તરો કરતા ખુલ્લો વિસ્તાર હોવાના કારણે ગામડાંઓમાં ઠંડીનું જોર વધારે હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જો ઠંડીમાં ઘટાડો નહીં થાય તો આગામી સમયમાં પાકને કેવી અસર થશે તે જોવું રહ્યું!
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો