Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IDAR : પાલિકાની સાઈટ પરથી ચોરાયેલી પાઈપો મુદ્દે કોન્ટ્રાકટર સામે ફરીયાદ

IDAR : ઈડર (IDAR) નગરપાલિકાના સાકરીયા વિસ્તારમાં આવેલા પાણીના સમ્પ પરથી થોડાક મહિનાઓ અગાઉ પાણીની 32 ડીઆઈ પાઈપો ગુમ થવાના મામલે સમગ્ર શહેરમાં ચર્ચાએ જોર પકડયું હતું. પાઈપો ગુમ થઈ કે ચોરાઈ ગઈ તે સંદર્ભે નગરપાલિકાના કર્મચારીઓ જાણતા હોવા છતાં...
idar   પાલિકાની સાઈટ પરથી ચોરાયેલી પાઈપો મુદ્દે કોન્ટ્રાકટર સામે ફરીયાદ
Advertisement

IDAR : ઈડર (IDAR) નગરપાલિકાના સાકરીયા વિસ્તારમાં આવેલા પાણીના સમ્પ પરથી થોડાક મહિનાઓ અગાઉ પાણીની 32 ડીઆઈ પાઈપો ગુમ થવાના મામલે સમગ્ર શહેરમાં ચર્ચાએ જોર પકડયું હતું. પાઈપો ગુમ થઈ કે ચોરાઈ ગઈ તે સંદર્ભે નગરપાલિકાના કર્મચારીઓ જાણતા હોવા છતાં અજાણ બની ગયા હતા. આખરે ઈડર (IDAR) પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસરે પાલિકાના ત્રણ કર્મચારીઓની તપાસ સમિતિ રચી હતી પરંતુ નિરાકરણ ન આવતા આખરે સોમવારે પાઈપ ચોરીનો મામલો ઈડર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જયાં કોન્ટ્રાકટર વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થતાં શહેરમાં આ મુદ્દો ફરી ગરમાયો છે.

17 પાઈપો ગમે તે કારણસર કોન્ટ્રાકટરે ગુમ કરી દીધી

વાત જાણે એમ છે કે ઈડર નગરપાલિકાની હદમાં આવતા સાકરીયા વિસ્તારમાં આવેલ સમ્પ પાસેથી 32 પૈકીની 17 પાઈપો ગમે તે કારણસર કોન્ટ્રાકટરે ગુમ કરી દીધી હતી અને એવુ કહયુ હતુ કે આ પાઈપોને બદલે નવી પાઈપો આપીશું તેમ કહી 15 પાઈપો સ્થળ પર રાતોરાત કોન્ટ્રાકટરે ઉતારી દીધી હતી જયારે બાકીની 17 પાઈપોનો કોઈ અત્તોપત્તો ન મળતાં ત્રણ કર્મચારીઓની તપાસ સમિતિ રચાઈ હતી.

Advertisement

Advertisement

પાલિકાના મિકેનિકલ એન્જીનિયર દ્વારા ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

દરમિયાન ઈડર પાલિકાની પાઈપો ગુમ થયાની અથવા તો ચોરી થઈ હોવાની જાણ છેક ગાંધીનગર સુધી પહોંચી ગઈ હતી. દરમ્યાન તાત્કાલિક નગરપાલિકા ચીફ ઓફિસરે પાણી પુરવઠાના મિકેનિકલ એન્જીનિયર રવિભાઈ ત્રિવેદીને ઈડર પોલીસે સ્ટેશનમાં કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. જેના ભાગરૂપે તા.૮ એપ્રિલને સોમવારે પાલિકાના મિકેનિકલ એન્જીનિયર દ્વારા ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

અમદાવાદની ડીવાઈન મેટલ એજન્સીને કામગીરી સોપાઈ હતી

અમદાવાદની ડીવાઈન મેટલ એજન્સીને ઈડર પરમારવાસ-૨માં આવેલ જર્જરીત હાલતમાં રહેલ પાણીની ટાંકીનું ડિમોલેશન કરવાની કામગીરી સોપાઈ હતી. દરમ્યાન રહીશોને પાણીની અછતના સર્જાય તે માટે એજન્સીના કોન્ટ્રાક્ટર ભાવેશભાઈ જોશીને લેખિત વગર પાઈપ લાઈન નાખવાનું નક્કી કરાયું હતું.આ સમયગાળા દરમ્યાન પાણીના સમ્પ પાસે ગોડાઉનમાં મુકેલી ૩૨ ડીઆઈ પાઇપો આઈસર ટ્રકમાં મૂકી લઈ જવાઈ હતી જે મુદ્દો ચર્ચાસ્પદ બન્યા બાદ હવે પોલીસ ફરીયાદ થઈ છે ત્યારે હજારો રૂપિયાની પાઈપોની ચોરીની તપાસમાં કેવુ તથ્ય બહાર આવે છે તે જોવાનું રહયુ.

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો----- Valsad : જુગારીઓનો નવો કીમિયો, જાણી તમને પણ નવાઈ લાગશે! મહિલા-પુરુષ સહિત 16 ઝડપાયાં

આ પણ વાંચો---- Ahmedabad : નરોડામાં ફાયરિંગની ઘટના, અંગત અદાવતમાં થયું ફાયરિંગ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×