Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : બાથરૂમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરી અને પછી...

અહેવાલ–દિનેશ મકવાણા, ભરુચ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ત્રણ મહિના અગાઉ યુવકે યુવતી પોતાના બાથરૂમમાં સ્નાન કરી રહી હતી તે દરમિયાન તેના નગ્ન વિડીયો બનાવી તેણે બ્લેકમેલ કરી છેલ્લા ત્રણ મહિનાથી તેણી સાથે બળજબરી પૂર્વક શરીર સંબંધ રાખતા યુવતીના પેટમાં બે...
bharuch   બાથરૂમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરી અને પછી
Advertisement

અહેવાલ–દિનેશ મકવાણા, ભરુચ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ત્રણ મહિના અગાઉ યુવકે યુવતી પોતાના બાથરૂમમાં સ્નાન કરી રહી હતી તે દરમિયાન તેના નગ્ન વિડીયો બનાવી તેણે બ્લેકમેલ કરી છેલ્લા ત્રણ મહિનાથી તેણી સાથે બળજબરી પૂર્વક શરીર સંબંધ રાખતા યુવતીના પેટમાં બે મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો પોલીસ માતા કે પહોંચતા પોલીસે સાયબર એકટ અને બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Advertisement

અંકલેશ્વર પોલીસ મથકમાં પિડીત ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત ડિસેમ્બર મહિનામાં પીડિતા પોતાના ઘરના બાથરૂમમાં સ્નાન કરી રહી હતી તે દરમિયાન તેના ઘરમાં આવેલા પ્રદીપ ભરત વસાવા એ યુવતીના સ્નાન કરતા નગ્ન વિડીયો બનાવી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી છેલ્લા ત્રણ મહિનાથી તેની ઉપર દુષ્કર્મ કરી રહ્યો હતો અને યુવતીના પેટમાં બે મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર ભાંડો સામે આવ્યો છે જોકે યુવતીના પેટમાં રહેલું ગર્ભ પડાવા માટે આરોપીએ ગોળીઓ પણ આપી હતી પરંતુ સમગ્ર પ્રકરણમાં આખરે પિડીતાએ પોતાના પરિવારને વાત કરી પોલીસ મથકે પહોંચી ગઈ હતી. તેણીએ પોતાની ફરિયાદમાં ગંભીર પ્રકારના આક્ષેપ કરતા પોલીસે આરોપી પ્રદીપ વસાવા સામે બળાત્કાર અને સાઇબર એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના કર્યા છે

Advertisement

આરોપીએ ગોળી ખવડાવી ગર્ભ પડાવી દિધું
ફરિયાદમાં ફરિયાદી આક્ષેપ કર્યા છે કે મારા નગ્ન વિડીયો બનાવી વાયરલ કરી દેવાની ધમકી આપી છેલ્લા બે મહિનાથી બળજબરીપૂર્વક દુષ્કર્મ આંચળતો હતો અને બે મહિનાનો ગર્ભ રહી જતા ગોળી ખવડાવી ગર્ભ પડાવી દીધો છે અને હજુ પણ બ્લેકમેલ કરી બળજબરીપૂર્વક બળાત્કાર માટે ધમકી આપતો હોવાના કારણે ફરિયાદ નોંધાવી પડે છે જેના પગલે પોલીસે ગર્ભ પડાવી દેવાના ગુનાની કલમનો પણ ઉમેરો કર્યો હોય તેવું સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×