Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંબરીશ ડેર દ્વારા સી.આર.પાટીલના સત્કાર સમારોહ સાથે કોંગ્રેસ તોડો ભાજપ જોડો અભિયાન હાથ ધરાયું

અમરેલી જિલ્લામાં કોંગ્રેસના કાંગરા ખેરવીને અંબરીશ ડેરે કેસરીયો કર્યા બાદ આજે રાજુલાના આંગણે અંબરીશ ડેર દ્વારા સી.આર.પાટીલના સત્કાર સમારોહ સાથે કોંગ્રેસ તોડો ભાજપ જોડો અભિયાન હાથ ધરાયું. જેમાં આજે અંબરીશ ડેરના હજારો સમર્થકો ઉમટી પડ્યા હતા અને વિધાનસભાના નાયબ દંડક...
અંબરીશ ડેર દ્વારા સી આર પાટીલના સત્કાર સમારોહ સાથે કોંગ્રેસ તોડો ભાજપ જોડો અભિયાન હાથ ધરાયું
Advertisement

અમરેલી જિલ્લામાં કોંગ્રેસના કાંગરા ખેરવીને અંબરીશ ડેરે કેસરીયો કર્યા બાદ આજે રાજુલાના આંગણે અંબરીશ ડેર દ્વારા સી.આર.પાટીલના સત્કાર સમારોહ સાથે કોંગ્રેસ તોડો ભાજપ જોડો અભિયાન હાથ ધરાયું. જેમાં આજે અંબરીશ ડેરના હજારો સમર્થકો ઉમટી પડ્યા હતા અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા સાથે એક સમયના કટ્ટર હરીફ ઉમેદવારો એકબીજાને પછડાટ આપી ચૂકેલા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને અંબરીશ ડેર બન્ને એક જ મંચ પર જોવા મળ્યા હતા.

કોંગ્રેસ તોડો ભાજપ જોડો અભિયાન

કોંગ્રેસ તોડો ભાજપ જોડો અભિયાન

Advertisement

યુવા અને આકર્ષક નેતા અંબરીશ ડેર દ્વારા હીરા સોલંકીને સન્માન આપ્યું હતું. જ્યારે અંબરીશ ડેર દ્વારા પોતાના વક્તવ્યમાં ભાજપમાં બોલતી બંધ થવાની વાતનું ખંડન કર્યું હતું અને ખુલીને અંબરીશ ડેરે કોંગ્રેસ સામે ટીકા ટિપ્પણી ન કરીને વિકાસનો સહભાગી થવાનું કહ્યું હતું. ઉપસ્થિત મેદનીએ અંબરીશ ડેરને તાળીઓથી વધાવી લીધો હતો જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આખા અલગ મૂડમાં જોવા મળ્યા હતા.

Advertisement

આખા ગુજરાતમાં કોઈ માટે રૂમાલ રાખીને જગ્યા રાખી તો તે માત્ર અંબરીશ ડેર માટે રાખી હતી. જે આજે પૂર્ણ થયું પણ આજે જે જનમેદની ધોમધખતા તાપમાં હજુ બેઠી છે તે જ અંબરીશ ડેર પ્રત્યેની લાગણીઓ સ્પષ્ટ દેખાઈ છે. જ્યારે રાજુલા બગીચા માટે આંદોલન કરી ચૂકેલા અંબરીશ ડેરને બગીચો બનવાની પણ બાહેંધરી પાટીલે આપી હતી. જ્યારે અમરેલી જિલ્લા પંચાયતના સદસ્યો સહિત 2 હજાર કોંગી સમર્થકોએ કેસરીયો કરી લીધો હતો અને રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં મોટું ગાબડું અંબરીશ ડેરના ભાજપ પ્રવેશ બાદ પડ્યું હતું. જ્યારે અંબરીશ ડેરે કોંગી ધારાસભ્ય અરવિંદ લાડાણી પાટીલ મળ્યા અને ડો.કનુભાઈ કલસરિયા પણ મળ્યા હોવાનું અંબરીશ ડેરે જણાવ્યું હતું.

આ પણ વાંચો : Vadodara: પાદરામાં મિત્રો સાથે વાતચીત કરતા-કરતા યુવક અચાનક ઢળી પડ્યો, સારવાર મળે એ પહેલા મોત

Tags :
Advertisement

.

×