Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh: કોંગ્રેસમાં આંતરિક વિવાદ સપાટી પર, પક્ષના કાર્યકરે શહેર પ્રમુખ સામે નોંધાવી ફરિયાદ

Junagadh:જૂનાગઢ (Junagadh) શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી (Manoj Joshi) વિરૂદ્ધ દીપક મકવાણા (Deepak Makwana) નામના કોંગ્રેસ કાર્યકરે ફરીયાદ નોંધાવી છે. બે દીવસ પહેલા કોંગ્રેસ કાર્યાલય પર સૌરાષ્ટ્રના પ્રભારીની હાજરીમાં શહેર પ્રમુખ તેમજ દીપક મકવાણાને તુ તુ મે મે થયુ હતુ.
junagadh  કોંગ્રેસમાં આંતરિક વિવાદ સપાટી પર  પક્ષના કાર્યકરે શહેર પ્રમુખ સામે નોંધાવી ફરિયાદ
Advertisement
  • જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી વિરૂદ્ધ ફરિયાદ
  • દીપક મકવાણા નામના કોંગ્રેસ કાર્યકરે નોંધાવી ફરીયાદ
  • જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરીયાદ
  • દીપક મકવાણાએ ફીનાઈલ પી આત્મ હત્યાનો કર્યો હતો પ્રયાસ
  • બી ડીવીઝન પોલીસે હાથ ધરી તપાસ

Junagadh: જૂનાગઢ શહેર કોંગ્રેસમાં આંતરિક વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી વિરુદ્ધ પક્ષના જ કાર્યકર દીપક મકવાણાએ જાતિસૂચક અપમાનજનક ટિપ્પણી તેમજ અભદ્ર વર્તનના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Junagadh-Deepak Makwana-Manoj Joshi-Gujarat first1

Advertisement

કોંગ્રેસમાં આંતરિક વિવાદ સપાટી પર

મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલાં જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર પ્રભારીની હાજરીમાં બેઠક ચાલી રહી હતી. તે દરમિયાન શહેર પ્રમુખ મનોજ જોષી અને દીપક મકવાણા વચ્ચે કોઈ મુદ્દે તીવ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ દીપક મકવાણા એટલા આઘાતમાં આવી ગયા કે તેમણે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

દીપક મકવાણાનો આત્મહત્યાનો પ્રયાસ

આ મામલે દીપક મકવાણાએ જણાવ્યું હતું કે, “શહેર પ્રમુખ મનોજ જોષીએ મારી સાથે અને મારી જ્ઞાતિ વિશે અત્યંત અભદ્ર અને જાતિસૂચક ટિપ્પણીઓ કરી હોવાથી હું માનસિક રીતે તૂટી ગયો છું અને આ આત્મહત્યાનો પ્રયાસ તેમના આ ત્રાસને કારણે કર્યો છે.

Junagadh-Deepak Makwana-Manoj Joshi-Gujarat first1

અભદ્ર વાણી વિલાસની કરી ફરિયાદ

આ ઘટનાને પગલે દીપક મકવાણાએ જૂનાગઢની બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મનોજ જોષી સામે જાતિસૂચક અપમાન અને અભદ્ર વાણી વિલાસની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ સ્વીકારી તપાસ હાથ ધરી છે.આ ઘટનાએ જૂનાગઢ કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલ્લો પડયો છે અને પક્ષ માટે એક મોટી શરમજનક બાબત બની છે.

આ પણ વાંચો: Jamnagar: લિફ્ટ તૂટતાં યુવાનનું કરુણ મોત, પરિવારમાં શોકનો માહોલ

Tags :
Advertisement

.

×