Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: સંવિધાન દિવસની ઉજવણી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

Gandhinagar: ગાંધીનગરમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ સામાજીક ન્યાય અધિકારી મંત્રી ભાનુબેન ઉપસ્થિત રહ્યા હતા.
gandhinagar  સંવિધાન દિવસની ઉજવણી  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
Advertisement
  1. સંવિધાનને લઈને હર્ષભાઈ સંઘવીના વિપક્ષ પર પ્રહાર
  2. સંવિધાનને ઠેસ પહોંચાડવાનું કામ કોંગ્રેસે કર્યું:હર્ષ સંઘવી
  3. સંવિધાનનું પુરુ પાલન ભાજપે કર્યું છે:હર્ષ સંઘવી

Gandhinagar: આજે સંવિધાન દિવસ છે, જેની દેશભરમાં ઉજવણીઓ થઈ રહીં છે. ગુજરાતમાં પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી છે. ગાંધીનગરમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ સામાજીક ન્યાય અધિકારી મંત્રી ભાનુબેન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાત કુંવરજી બાવળિયા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. સંવિધાન દિવસને લઈને બાબા સાહેબ આંબેડકરને સીએમે પુષ્પાજંલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

Advertisement

બાબા સાહેબની કામગીરીને સૌ આભાર માની રહ્યા છેઃ હર્ષ સંઘવી

નોંધનીય છે કે, ગાંધીનગરમાં યોજાયેલા સંવિધાન દિવસની ઉજવણી કરી કરવામાં આવી હતી. સંવિધાન દિવસ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. હર્ષ સંઘવીએ સંવિધાન દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, ‘આજે દેશભરમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બાબા સાહેબની કામગીરીને સૌ આભાર માની રહ્યા છે.’ આ સાથે સાથે તેમણે કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: આજે બંધારણ દિવસની કરાશે ઉજવણી, જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમ

સંવિધાનનું પાલન માત્ર ભાજપે જ કર્યું છેઃ હર્ષ સંઘવી

આ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતાં. હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘સંવિધાનને સૌથી વધારે ઠેસ પહોંચાડવાનું કામ કોંગ્રેસે કર્યું છે. સંવિધાનનું પાલન માત્ર ભાજપે જ કર્યું છે.’ એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધી જે સંવિધાન બુક લઈને ફરે છે અને પોતાના નિવેદનો આપે છે તે બાબતે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ જે સંવિધાન બુક લઈને ફરે છે તેને લઈને કોંગ્રેસ નેતાઓ જ પોલ ખોલી છે કે, એ બુક પર ઉપર તો સંવિધાન લખેલું છે પરંતુ અંદરથી બુક કોરી છે.’

આ પણ વાંચો: Rajkot: પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો કરના PI સંજય પાદરિયા સામે નોંધાઈ ફરિયાદ

Tags :
Advertisement

.

×