Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Construction Skills Training Institute : મુખ્યમંત્રીશ્રીનું વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટની કામગીરીનું સ્થળ નિરીક્ષણ

Construction Skills Training Institute : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વડનગરમાં નિર્માણ થઈ રહેલા કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ એલ. એન્ડ ટી. દ્વારા વડનગરમાં ૧૪ જેટલા વિવિધ ટ્રેડ્સ સાથે ઈન્સ્ટીટ્યુટનું નિર્માણ થઈ રહ્યું છે સ્થાનિક...
construction skills training institute   મુખ્યમંત્રીશ્રીનું વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટની કામગીરીનું સ્થળ નિરીક્ષણ
Advertisement
  • Construction Skills Training Institute : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વડનગરમાં નિર્માણ થઈ રહેલા કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ
  • એલ. એન્ડ ટી. દ્વારા વડનગરમાં ૧૪ જેટલા વિવિધ ટ્રેડ્સ સાથે ઈન્સ્ટીટ્યુટનું નિર્માણ થઈ રહ્યું છે
  • સ્થાનિક યુવાઓ માટે બાંધકામ ક્ષેત્રે સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા રોજગારીની તકો

Construction Skills Training Institute : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વડનગરની તેમની મુલાકાત દરમિયાન એલ. એન્ડ ટી. ઈન્ડસ્ટ્રીયલ - કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટની થઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ.

એલ. એન્ડ ટી. ઇન્ડસ્ટ્રીયલ - કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઔદ્યોગિક માંગને અનુરૂપ વિવિધ ૧૪ જેટલા ટ્રેડ્સમાં તકનીકી કોર્સનું શિક્ષણ અને વોકેશનલ ટ્રેનીંગ આપશે. રાજ્ય સરકારે ફાળવેલી ૩૭,૬૨૮ ચો.મીટર જમીન પર ચાર હજાર ચો.મીટરના ઓપન પ્રેક્ટિકલ યાર્ડ સાથે આ ઈસ્ટીટ્યુટનું કામ ચાલી રહ્યું છે.

Advertisement

વાર્ષિક ૩,૦૪૦ તાલીમાર્થીઓને લાંબા અને ટૂંકા ગાળાના સિવિલ ટ્રેડ્સના અભ્યાસ ક્રમોમાં આ ઇન્સ્ટીટ્યૂટમાં તાલીમ વ્યવસ્થા છે. એલ. એન્ડ ટી. ના આ કન્સટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટમાં ડિજીટલ બોર્ડ અને ઇ-લર્નિંગ સહિતની એડવાન્સ્ડ ટ્રેનિંગ ડિલીવરી સિસ્ટમ્સ ઉપલબ્ધ કરવામાં આવશે.

Advertisement

મુખ્યમંત્રીશ્રીએ એલ. એન્ડ ટી. ના આ Construction Skills Training Institute ઇન્ટીટ્યૂટની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ સાઈટ પર જઈને કર્યું તે અવસરે શ્રમ રોજગાર અગ્ર સચિવશ્રી ડૉ. વિનોદ રાવ, ધારાસભ્ય શ્રી કે.કે. પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.પ્રજાપતિ તથા એલ. એન્ડ ટી. કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઇન્સટીટ્યૂટના નેશનલ હેડ  જે.રઘુરામન, એરિયા મેનેજરશ્રી નેહલ શાહ અને પ્રોજેક્ટ્સના ક્લસ્ટર હેડ શ્રી ભૂપેશ દત્તા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ પીએન વાંચો: Employment at Home : આંગણવાડીમાં જોડાવા ૯૦૦૦થી વધુ બહેનો માટે સુવર્ણ તક

Tags :
Advertisement

.

×