Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondalના પૂર્વ ધારાસભ્ય ના ભત્રીજા પર હુમલો કરનાર છ આરોપીઓને કોર્ટે કર્યા મુક્ત, પ્રોબેશનનો આપ્યો લાભ

Gondal કોર્ટના ન્યાયમૂર્તિ હેમાંગ એ ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતા અદાલતે 17 જેટલા વિટનેસ, ડોક્યુમેન્ટ તપાસી તમામ આરોપીઓને પ્રથમ ત્રણ વર્ષની સજા ફટકારી હતી
gondalના પૂર્વ ધારાસભ્ય ના ભત્રીજા પર હુમલો કરનાર છ આરોપીઓને કોર્ટે કર્યા મુક્ત  પ્રોબેશનનો આપ્યો લાભ
Advertisement
  • Gondal માં પૂર્વ ધારાસભ્યના ભત્રીજાના હુમલા કેસમાં તમામ આરોપી મુક્ત
  • કોર્ટે સવારે સજા ફટકારી અને સાંજે પ્રોબેશનનો લાભ આપી મુક્ત કર્યા
  • કોર્ટે તમામ છ આરોપીઓને સજા ફટકાર્યા બાદ પ્રોબેશનનો લાભ આપી મુક્ત કર્યા

ગોંડલના પૂર્વ ધારાસભ્યના ભત્રીજા અમિત વઘાસિયા પર હુમલો કરનાર છ આરોપીઓને સ્થાનિ કોર્ટે પ્રોબેશનો લાભ આપી મુક્ત કર્યા છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયા ના ભત્રીજા અમિત વઘાસિયા ઉપર વર્ષ 2016 માં માણેકવાડા ના દિવ્યરાજ સિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, રાજભા જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, દીપુભા જાડેજા, કુલદીપ સિંહ જાડેજા સહિતનાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેની સામે અમિત વઘાસિયાએ ફરિયાદ નોંધાવતા આઇપીસી કલમ 323 324 325 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Gondal માં પૂર્વ ધારાસભ્યના ભત્રીજાના હુમલા કેસમાં આરોપીઓ મુક્ત

નોંધનીય છે કે  આ કેસ ગોંડલ કોર્ટના ન્યાયમૂર્તિ હેમાંગ એ ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતા અદાલતે 17 જેટલા વિટનેસ, ડોક્યુમેન્ટ તપાસી તમામ આરોપીઓને પ્રથમ ત્રણ વર્ષની સજા ફટકારી હતી,બાદમાં પ્રોબેશનની અરજી અનુસંધાનમાં તમામ છ આરોપીઓને મુક્ત કર્યા હતા.

Advertisement

Gondal માં પૂર્વ ધારાસભ્યના ભત્રીજાના હુમલા કેસમાં આરોપીઓને  પ્રોબેશનનો લાભ

આ યુકાદાને વકીલે પ્રોબેશન અરજી કરાતા અદાલતે તેને ધ્યાને પ્રોબેશન નો લાભ આપી મુક્ત કર્યા હતા આરોપીઓના એડવોકેટ તરીકે ભગીરથસિંહ ડોડીયા, વિજયરાજ સિંહ જાડેજા, એસ.એમ ભટ્ટી તેમજ કલ્પેશ ભાઈ ચનિયારા હતા . આ કેસ મામલે એડવોકેટ વિજયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અદાલતે આઇપીસી 325 માં આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારી હતી બાદમાં વકીલ દ્વારા પ્રોબેશન અરજી કરાતા તેને ધ્યાને લઈ પ્રોબેશન એક્ટનો લાભ આપી મુક્ત કરવામાં આવ્યા હતા તેમજ આ કેસમાં ફરિયાદીને 15,000, ઈજા પામનારને 15000 તેમજ અન્ય એક વ્યક્તિને 7,000 નું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

Advertisement

અહેવાલ : વિશ્વાસ ભોજાણી,ગોંડલ 

આ પણ વાંચો:     Gondal ના અક્ષર મંદિરે એકાદશી નિમિત્તે ગણેશ વિસર્જન કરાયું

Tags :
Advertisement

.

×