ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Covid-19 : મહેસાણાના કડીમાં કોરોનાનો 1 કેસ નોંધાયો, 51 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

તાજેતરમાં Corona એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફરીથી માથું ઉચક્યું છે. ગુજરાતમાં પણ Corona ની રી-એન્ટ્રી થઈ ગઈ છે. હવે મહેસાણાના કડી (Kadi)માં 51 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી ગઈ છે.
07:23 PM May 21, 2025 IST | Hardik Prajapati
તાજેતરમાં Corona એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફરીથી માથું ઉચક્યું છે. ગુજરાતમાં પણ Corona ની રી-એન્ટ્રી થઈ ગઈ છે. હવે મહેસાણાના કડી (Kadi)માં 51 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી ગઈ છે.
Covid-19 Gujarat First

Covid-19 : સમગ્ર વિશ્વમાં કોરોના (Corona) એ ફરીથી દસ્તક દીધી છે. ભારતમાં પણ તમિલનાડુ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. ગુજરાતમાં અમદાવાદમાં પણ કોરોનાના 7 કેસ નોંધાયા છે. આ સમાચારની શ્યાહી હજૂ સુધી સુકાઈ નથી ત્યાં તો મહેસાણા (Mahesana) માં કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં કડી (Kadi) ખાતે 51 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ખબરથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કડીનું વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.

51 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ

ભારતના અનેક રાજ્યોમાં Corona ના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોના સંદર્ભે રાજ્ય સરકારોએ તાકીદના પગલા ભરવાના શરુ કરી દીધા છે. હવે ગુજરાતમાં પણ કોરોનાએ માથુ ઉંચક્યું છે. અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં કોરોનાના 7 કેસ નોંધાયા છે. આ સમાચાર બાદ મહેસાણા જિલ્લાના કડી ખાતે કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે. કડીના 51 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ખબરથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કડીનું વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.

આ પણ વાંચોઃ Corona Virus : સાવચેત રહેજો! અમદાવાદમાં કાળમુખો કોરોના ફરી ત્રાટક્યો! 7 કેસ નોંધાયા

જિલ્લા આરોગ્ય વિભાગની ખાસ બેઠક

મહેસાણાના કડીમાં 51 વર્ષીય વૃદ્ધનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. District Health Department એ તાકીદની બેઠક બોલાવી હતી. જમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મહેસાણા જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને કોરોના વિરુદ્ધ લડતમાં મદદ મળી રહે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલીક ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જેમાં તમામ સ્ટાફને આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવા તાકીદ કરાઈ છે. કોરોના સંદર્ભે આરોગ્ય વિભાગને સજ્જ રહેવાની પણ સૂચના અપાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ  Gujarat Weather : ગુજરાતના દરિયાકાંઠે 100 કિમીથી વધુની ઝડપે ટકરાશે વાવાઝોડું - અંબાલાલ પટેલ

Tags :
51-year-old manAhmedabadCorona alert KadiCorona PositiveCoronaViruscovid in indiaCovid-19District Health Department MehsanaGujaratGujarat FirstGUJARAT FIRST NEWSKadiMaharashtraMehsanaNew Corona case GujaratTamil Nadu
Next Article