Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સૌરાષ્ટ્રના ગોંડલમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ

અહેવાલ : વિશ્વાસ ભોજાની  ગોંડલ ટીમ ગણેશ તેમજ હેરી ગ્રૂપ ગોંડલ દ્વારા છેલ્લા 9 વર્ષથી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌ શાળાના લાભાર્થે સ્વ. હરદિપસિંહ કિશોરસિંહ રાણા (ચોરડી) સ્મરણાથે ઓલ ઈન્ડિયા...
સૌરાષ્ટ્રના ગોંડલમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન  ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ
Advertisement

અહેવાલ : વિશ્વાસ ભોજાની 

ગોંડલ ટીમ ગણેશ તેમજ હેરી ગ્રૂપ ગોંડલ દ્વારા છેલ્લા 9 વર્ષથી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌ શાળાના લાભાર્થે સ્વ. હરદિપસિંહ કિશોરસિંહ રાણા (ચોરડી) સ્મરણાથે ઓલ ઈન્ડિયા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓલ ઈન્ડિયાની કુલ 64 ટીમો એ ભાગ લીધો છે.

Advertisement

Advertisement

મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, કલકત્તા, પંજાબ સહિતના શહેરોમાંથી ખેલાડીઓ ગોંડલના કોલેજમાં આવેલા ઐતિહાસિક સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે જુદી જુદી ટીમો રમવા માટે આવશે. આ ટુર્નામેન્ટને આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરી ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે ફ્રેન્ડલી મેચ રમાડવામાં આવી હતી.

મહત્વનું છે કે, આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને રૂ. 2 લાખનું રોકડ પુરસ્કાર તેમજ રનર્સ અપ થનાર ટીમને રૂ. 1 લાખનું રોકડ પુરસ્કાર તેમજ ટી.વી તેમજ મોબાઈલ ફોન જેવા આકર્ષક ઇનામો આપવામાં આવશે. આ ટુર્નામેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ YOUTUBE ના માધ્યમથી કરવામાં આવશે. ટુર્નામેન્ટ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ટુર્નામેન્ટમાં ટીમગણેશ – ગોંડલ તેમજ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર ગંગોત્રી સ્કૂલના દીપેનભાઈ છોટાળાનો સાથ સહયોગ મળ્યો છે. આ તકે યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, માર્કેટિંગ યાર્ડના વા.ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, ઉપ પ્રમુખ ગૌતમભાઈ સિંધવ, સમીરભાઈ કોટડીયા, કિશોરસિંહ રાણા, મુળરાજસિંહ જાડેજા, બીપીનભાઈ વાછાણી સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ ના સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં રમાનારી ટુર્નામેન્ટ 22 દિવસ સુધી ચાલશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવા હેરી ગ્રૂપના સભ્યો છેલ્લા 15 દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો : સુરત : ઓલપાડમાં બે જૂથના લોકો સામ સામે આવ્યા, પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી

Tags :
Advertisement

.

×