ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

World Bicycle Day : મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાનમાં ‘સાયકલિંગ’ અનિવાર્ય અંગ

વિશ્વભરમાં દર વર્ષે તા. ૩ જૂનના રોજ ‘વિશ્વ સાયકલ દિવસ’ ઊજવણી
04:46 PM Jun 02, 2025 IST | Kanu Jani
વિશ્વભરમાં દર વર્ષે તા. ૩ જૂનના રોજ ‘વિશ્વ સાયકલ દિવસ’ ઊજવણી

 

World Bicycle Day : આજના આધુનિક અને ભાગદોડભર્યા જીવનમાં બાળકો, યુવાઓ અને વડીલો સહિતના નાગરીકો વધતી સ્થૂળતાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેના નિરાકરણ, જીવનમાં સક્રિય રહેવા, તણાવ દૂર કરવા તથા પ્રકૃતિ સાથે ફરીથી જોડાવાનો એક સરળ અને શક્તિશાળી રસ્તો એટલે ‘સાયકલિંગ’. નિયમિત સાયકલિંગ કરવાથી તંદુરસ્ત શરીરની સાથે વાહનોના ધુમાડાથી થતાં પ્રદૂષણને ઘટાડી પર્યાવરણને બચાવવામાં પણ મદદરૂપ બની શકાય છે. આમ, સાયકલ ચલાવવાથી થતાં ફાયદા અંગે નાગરિકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે યુનાઈટેડ નેશન્સ-UN દ્વારા તા. ૩ જૂનના રોજ ‘વિશ્વ સાયકલ દિવસ’ ઊજવવામાં આવે છે.

ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી-PM Narendra Modi એ સ્થૂળતા સામે લડવાના તેમજ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવાના હેતુસર કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા 'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ' Fit India Sundays on Cycle' નું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૪,૬૦૦ જેટલા સ્થળોએ લગભગ ૨ લાખ સાયકલ પ્રેમી નાગરિકો સહભાગી થયા છે. આ પહેલમાં ગુજરાત સહિત અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ દળ, સરકારી કર્મચારીઓ, NSS સ્વયંસેવકો, રમતવીરો, કોચ, રમતગમત વિજ્ઞાન નિષ્ણાંતો સહિત અનેક નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા હતા.

'ઓબેસીટી મુક્તિ' અભિયાનની રાષ્ટ્રવ્યાપી પહેલ

આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની રહી છે, જેના કારણે અનેક બીમારીઓ થવાની શક્યતા રહેલી છે. દેશના નાગરિકો માટે સ્વસ્થ શરીરની મહત્વતાને સમજીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી-PM Narendra Modiએ વર્ષ ૨૦૨૫માં 'ઓબેસીટી મુક્તિ' Obesity Free અભિયાનની રાષ્ટ્રવ્યાપી પહેલ શરૂ કરી છે. જેના ભાગરૂપે ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે 'સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત'ની ઝૂંબેશ શરૂ કરી છે. વજન ઘટાડવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં સાયકલિંગની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે,

 'ઓબેસીટી મુક્તિ' અભિયાનમાં સાયકલિંગ કેવી રીતે ફાયદાકારક છે

 

 સાયકલ ચલાવવી એ ખૂબ જ ઉપયોગી પ્રવૃત્તિઓમાંની એક છે,

સાયકલિંગ એ આપણા તંદુરસ્ત સ્વાસ્થ્યની સાથે વાહનોમાં વપરાતા બળતણનો વપરાશ ઘટાડીને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવામાં મહત્વપૂર્ણ બનશે.

આ પણ વાંચો: VADODARA : 'આ મનરેગા યોજના નથી, અહિંયા ખોટું નહીં થવા દઉં' - દીનું મામા

Tags :
pm narendra modiUNWorld Bicycle Day
Next Article