ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

DABHOI : માએ પોતાની મમતા લજવી, ડિલિવરી થયા બાદ બાળકને તરછોડી માતા ફરાર

ડભોઇ તાલુકામાં માએ પોતાની મમતા લજવી ભીલાપુર ગામ નજીક મળી આવ્યું મૃત નવજાત બાળક ડિલિવરી થયા બાદ બાળકને ફેંકી માતા ફરાર પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ હાઇવે પરના CCTV ચેક કરી શરૂ કરાઈ તપાસ બે દિવસના મૃત...
12:42 PM Jun 02, 2024 IST | Harsh Bhatt
ડભોઇ તાલુકામાં માએ પોતાની મમતા લજવી ભીલાપુર ગામ નજીક મળી આવ્યું મૃત નવજાત બાળક ડિલિવરી થયા બાદ બાળકને ફેંકી માતા ફરાર પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ હાઇવે પરના CCTV ચેક કરી શરૂ કરાઈ તપાસ બે દિવસના મૃત...

DABHOI : ડભોઇમાં ( DABHOI ) કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. સગી માએ પોતાના નવજાત બાળકને જન્મ આપ્યા બાદ નહેરમાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. ભીલાપુર ગામ નજીક બાળક મૃત અવસ્થામાં મળી આવતા બાબતની જાણ સૌને થઈ હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

કલિયુગમાં હવે માની મમતા મરી પરવારી હોય તેવું આ ઘટના વિશે જાણીને હાલ લાગી રહ્યું છે. વડોદરાના ડભોઇ તાલુકામાં જનેતા માએ જ બાળકને જન્મ આપતા તરછોડી દીધું છે. ડિલિવરી થયા બાદ બાળકને ફેંકી માતા ફરાર થઈ છે. નોંધનીય છે કે, નવજાત બાળકનો મૃતદેહ ભીલાપુર ગામ નજીક મળી આવતા સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો. બે દિવસના મૃત બાળકને હાલ પીએમ અર્થે ખસેડાયું છે. ઘટનાની જાણ પોલીસને થતા હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ હાઇવે પરના CCTV ચેક કરી રહી છે અને બાળકની માતાનાને શોધવાના પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : AHMEDABAD : ભાડૂઆતે મકાન માલિકના સાથે જ કરી છેતરપિંડી, ખાતામાંથી રૂ. 4.10 ઉઠાવ્યા

આ પણ વાંચો : TPO મનસુખ સાગઠીયાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો આવ્યો સામે

આ પણ વાંચો : નાના ભાઈએ મહિલાઓ સાથે કરી મારપીટ, Dhirendra Krishna Shastri એ કહ્યું- તેના વર્તનથી દુઃખી છું…

આ પણ વાંચો : Assembly Election Results 2024 : BJP એ અરુણાચલમાં બહુમતીનો આંકડો પાર કર્યો, સિક્કિમમાં એકતરફી જીત તરફ SKM

Tags :
BHILAPURchildCHILD ABANDONEDCrime NewsDabhoiMOTHER CHILDVadodaravadodara police
Next Article