Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DAHOD : પોલીસના મારથી યુવકના મોતના આક્ષેપ સાથે હોબાળો મચાવતા 400 લોકો વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ

અહેવાલ - સાબીર ભાભોર દાહોદના રાજપુર ખાતે બે દિવસ પહેલા બે યુવકો વિદેશી દારૂનો જથ્થો લઈને આવતા હતા તે દરમિયાન પોલીસે પકડવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકો એ ભગવાનો પ્રયાસ હાથ ધર્યો હતો તે દરમિયાન પોલીસકર્મી એ દંડો મારતા...
dahod   પોલીસના મારથી યુવકના મોતના આક્ષેપ સાથે હોબાળો મચાવતા 400 લોકો વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ
Advertisement
અહેવાલ - સાબીર ભાભોર
દાહોદના રાજપુર ખાતે બે દિવસ પહેલા બે યુવકો વિદેશી દારૂનો જથ્થો લઈને આવતા હતા તે દરમિયાન પોલીસે પકડવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકો એ ભગવાનો પ્રયાસ હાથ ધર્યો હતો તે દરમિયાન પોલીસકર્મી એ દંડો મારતા યુવકો પટકાયા હતા. જેમાં એકનું મોત નીપજયું હતું અને એક યુવક ઘાયલ થયો હતો, જેને પગલે સાંસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પોલીસકર્મી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહીની માંગ સાથે મૃતદેહને લઈ ટોળું રૂરલ પોલીસ મથકે ધસી ગયું હતું.
Image preview
મૃતદેહને પોલીસ મથકના પટાંગણમાં મૂકી હોબાળો મચાવ્યો હતો તે સમયે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જે કારણે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.  ટોળાંએ એક પોલીસકર્મી સાથે મારામારી કરી જાતિ વિષયક શબ્દો પણ ઉચ્ચારયા હતા. જેને પગલે પોલીસે 88 લોકોના નામ જોગ તેમજ અન્ય મહિલાઓ અને પુરુષો સહિત કુલ 400 લોકો વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો.  વધુમાં એટ્રોસીટી એક્ટ હેઠળ પણ ગુનો નોધી પોલીસની અલગ અલગ ટીમોએ કોમ્બિંગ હાથ ધરી 25 જેટલા લોકોની અટકાયત કરી છે.
Image preview
પોલીસે ટોળાંમાં સામેલ અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનોએ પોલીસકર્મી વિરુદ્ધ હત્યાનો ગુનો નોધવાની માંગ સાથે મૃતદેહ ન સ્વીકારતા બે દિવસથી મૃતદેહ ઝાયડસ હોસ્પિટળ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામા આવ્યો છે.  ત્યારે પોલીસે આજે મૃતકના ઘર આગળ નોટીસ લગાવી જણાવ્યુ હતું કે, તાત્કાલિક મૃતદેહનો સ્વીકાર કરી લેવામાં આવે અને જો મૃતદેહ ન સ્વીકારે તો સરકારી ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવાનું જણાવ્યુ હતું.
Tags :
Advertisement

.

×