ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod : ધો. 10 ની પરીક્ષા આપતો હતો વિદ્યાર્થી, અચાનક છાતીમાં ઉપડ્યો દુ:ખાવો અને..!

વિદ્યાર્થીને છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર અર્થે કુવા ગામે પીએચસી ખાતે લઈ જવાયો હતો...
05:49 PM Mar 10, 2025 IST | Vipul Sen
વિદ્યાર્થીને છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર અર્થે કુવા ગામે પીએચસી ખાતે લઈ જવાયો હતો...
Dahod_Gujarat_first
  1. દેવગઢ બારીઆના કુવા ગામે બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થીને છાતીમાં દુઃખાવો ઉપડ્યો (Dahod)
  2. ધોરણ 10 ની પરીક્ષા આપતા પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ છાતીમાં દુઃખાવો થતાં દાખલ કરાયો
  3. સારવાર અર્થે દેવગઢ બારીઆ હોસ્પિટલમાં વિદ્યાર્થીને ખસેડ્યો
  4. કુવા ગામની એસસી મોદી હાઈસ્કુલમાં ચાલતી હતી બોર્ડની પરીક્ષા

Dahod : દેવગઢ બારીઆમાંથી (Devgadh Baria) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 10 ની પરીક્ષા આપતા વિદ્યાર્થીને ચાલુ પરીક્ષામાં છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો હતો. વિદ્યાર્થીને છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર અર્થે કુવા ગામે પીએચસી ખાતે લઈ જવાયો હતો, જ્યાં દુઃખાવો બંધ ના થતા વધું સારવાર અર્થે દેવગઢ બારીઆ હોસ્પિટલમાં ખસેડ્યો છે. હાલ, વિદ્યાર્થીની હાલતમાં સુધારો થયા હોવાનાં અહેવાલ છે.

આ પણ વાંચો - Ahmedabad : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા અનામતનો મામલો, HC એ નોટિસ ફટકારી માગ્યો જવાબ

બોર્ડની પરીક્ષા આપતી વખતે છાતીમાં અચાનક દુ:ખાવો થયો

પ્રાથમિક માહિતી અનુસાર, દાહોદ જિલ્લાનાં (Dahod) દેવગઢ બારીઆ તાલુકાનાં કુવા ગામે આવેલ એસ.સી. મોદી હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી. દરમિયાન, વિદ્યાર્થી સર્જન કૈલાશભાઈ ડામોરને ચાલુ પરીક્ષામાં અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. વિદ્યાર્થીને છાતીમાં દુ:ખાવો ઉપડતાની સાથે પરસેવામાં રેબઝેબ થયો હતો અને બેભાન થવાની સ્થિતિમાં હતો. ત્યારે શાળા તંત્ર દ્વારા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે કુવા ગામે પીએચસી ખાતે લઈ જવાયો હતો.

આ પણ વાંચો - રામ મંદિર બન્યું, હવે સીતા માતાનું મંદિર બનશે... ગાંધીનગરમાં અમિત શાહની જાહેરાત

વિદ્યાર્થીને વધુ સારવાર અર્થે દેવગઢ બારીઆ હોસ્પિટલમાં ખસેડ્યો

જો કે, ત્યાં પણ વિદ્યાર્થીની સ્થિતિમાં સુધારો ન થતાં વધુ સારવાર અર્થે દેવગઢ બારીઆ હોસ્પિટલમાં (Devgadh Baria Hospital) ખસેડ્યો છે. માહિતી અનુસાર, હાલ વિદ્યાર્થીની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. જો કે, વિદ્યાર્થી હાલ પણ સારવાર હેઠળ છે. વિદ્યાર્થી સર્જન ડામોલ સેવનિયા ગામની સામતસિંહ મહિડા આદીવાસી આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરે છે.

આ પણ વાંચો - Ahmedabad : ધંધુકાની હોસ્ટેલમાં વિદ્યાર્થી પર અત્યાચાર મુદ્દે DEO ની ટીમે શાળાને ફટકારી નોટિસ

Tags :
Class 10 ExaminationDahodDamol Sevenia villageDevgadh BariaDevgadh Baria HospitalGUJARAT FIRST NEWSKuva village PHCSamatsinh Mahida Adivasi Ashram SchoolStudent got chest painTop Gujarati News
Next Article