Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod: સંજેલીની મહિલાને પોલીસે અપાવ્યું આત્મસન્માન, ફતેપુરામાં શરૂ કરાવી શાકભાજી અને ફ્રૂટની દુકાન

Dahod: સંજેલીના ઢાળસીમલ ખાતે મહિલાને તેના સાસરી પક્ષના લોકોએ અર્ધનગ્ન કરી સરઘસ કાઢવા મામલે પોલીસે આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરી મહિલાને આત્મસન્માન અપાવ્યું છે.
dahod  સંજેલીની મહિલાને પોલીસે અપાવ્યું આત્મસન્માન  ફતેપુરામાં શરૂ કરાવી શાકભાજી અને ફ્રૂટની દુકાન
Advertisement
  1. આત્મગૌરવ નામથી દુકાનનું SPએ કર્યું દુકાનનું ઉદ્ઘાટન
  2. દુકાનના ભાડા સહિતનો ખર્ચ પોલીસ વિભાગ ઉઠાવશે
  3. દુકાનમાં CCTV લગાવી પોલીસ દ્વારા મોનીટરીંગ કરાશે

Dahod: સંજેલીના ઢાળસીમલ ખાતે મહિલાને તેના સાસરી પક્ષના લોકોએ અર્ધનગ્ન કરી સરઘસ કાઢવા મામલે પોલીસે આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરી મહિલાને આત્મસન્માન અપાવ્યું છે. આ મહિલા પગભર થાય તે માટે પોલીસે ફળ અને શાકભાજીની દુકાન શરૂ કરાવી છે. પોલીસની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે. દાહોદના જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમળ ખાતે આ ઘટના બની હતી. જેમાં પોલીસે આરોપીઓ સામે આકરી કાર્યવાહી પણ કરી છે.

આ પણ વાંચો: Dahod: સંજેલીમાં મહિલા સાથે થયો હતો અત્યાચાર! પોલીસે વધુ 3 આરોપીઓની કરી ધરપકડ

Advertisement

આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી પણ કરી

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમલ ખાતે પરિણીતાને પ્રેમ સંબંધ મામલે તેના સાસરી પક્ષના લોકોએ માર મારી અર્ધનગ્ન હાલતમાં બાઈક સાથે સાંકળથી બાંધી સરઘસ કાઢ્યું હતું. એટલું જ નહીં પરંતુ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. જોકે, આ વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને મહિલાનું રેસ્ક્યું કરી ચાર મહિલા સહિત પંદર લોકો વિરુદ્ધ અત્યાચાર, અપહરણ, આઈ ટી એક્ટ સહિત કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: EXclusive: શું હવે ગુજરાતમાં ટોળું ન્યાય કરશે? મહિલાને અર્ધનગ્ન કરી આપી તાલીબાની સજા!

દાહોદ એસપીએ મહિલાના આત્મસન્માન માટે આપ્યું હતું વચન

નોંધનીય છે કે, રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓ જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે ત્યારે મહિલા સમાજમાં સન્માનભેર જીવી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે પોલીસ દ્વારા ફતેપુરા બસ સ્ટેશન નજીક દુકાન ભાડે રાખી ફ્રૂટ અને શાકભાજીની દુકાન શરૂ કરાવવામાં આવી છે. દાહોદ એસપી ડૉ. રાજદીપસિંલાના હસ્તે દુકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતાં. દુકાનનું ભાડું સહિતનો તમામ ખર્ચ પોલીસ વિભાગ દ્વારા ચૂકવવામાં આવ્યો છે, આ સાથે જ એક મહિના સુધી શાકભાજી અને ફ્રૂટનો જથ્થો વેચાણ માટે લાવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા લાઈવ સીસીટીવી કેમેરા પણ દુકાનમાં લગાવવામાં આવ્યા છે અને તેનું મોનીટરીંગ ફતેપુરાની શી ટીમ દ્વારા કરવામાં આવશે. શી ટીમ સતત મહિલાના સંકલનમાં રહી કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેની કાળજી લેવામાં આવશે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×