Daman : દમણમાં મોટી દુર્ઘટના, તળાવમાં ન્હાવા પડેલા 4 બાળક ડૂબ્યા, 1 ને સ્થાનિકોએ બચાવ્યો
- સંઘપ્રદેશ Daman માં તળાવમાં ડૂબ્યા બાળકો
- દમણનાં આટીયાવાડ વિસ્તારની ઘટના
- હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં ડૂબ્યા બાળકો
- 7 બાળકો તળાવમાં ન્હાવા આવ્યા હોવાની ચર્ચા
- ન્હાવા પડેલા બાળકો પૈકી 4 બાળકો ડૂબ્યાની આશંકા
- 1 બાળકને સ્થાનિકોએ બચાવ્યો, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Daman : સંઘપ્રદેશ દમણમાં મોટી દુર્ઘટના ઘટી છે. આટીયાવાડ વિસ્તાર નજીક આવેલા હિંગળાજ માતા મંદિર પાસેનાં તળાવમાં 4 બાળક ડૂબ્યા છે. ન્હાવા પડેલા બાળકો પૈકી 4 બાળક ડૂબ્યા હોવાની આશંકા છે, જ્યારે એક બાળકને સ્થાનિક લોકોએ બચાવ્યો હોવાની હાલ માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ (Daman Police) અને ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. શોધખોળ દરમિયાન 1 બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Valsad: રાજસ્થાન બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલ મયંક પટેલને અપાયું ગાર્ડ ઓફ ઓનર
Daman માં તળાવમાં 4 બાળકો ડૂબ્યા! 1 ને સ્થાનિક લોકોએ બચાવ્યો
સંઘપ્રદેશ દમણમાંથી (Daman) ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, આટીયાવાડ વિસ્તાર નજીક આવેલા હિંગળાજ માતા મંદિર (Hinglaj Mata Temple) પાસેનાં તળાવમાં 7 જેટલાક બાળક ન્હાવા માટે ગયા હતા. દરમિયાન, 4 જેટલા બાળક ઊંડા પાણીમાં ડૂબ્યા છે. બૂમાબૂમ થતાં સ્થાનિક લોકો તળાવ ખાતે પહોંચ્યા હતા અને ડૂબતા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ન્હાવા પડેલા બાળકો પૈકી 1 બાળકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે 4 બાળકો ડૂબી ગયા હોવાની સ્થાનિકો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો - CM Bhupendra Patel : PM મોદીના માર્ગદર્શન હેઠળ CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી
સંઘપ્રદેશ દમણમાં તળાવમાં ડૂબ્યા બાળકો
દમણના આટીયાવાડ વિસ્તારની ઘટના
હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં ડૂબ્યા બાળકો
7 બાળકો તળાવમાં ન્હાવા આવ્યા હોવાની ચર્ચા
ન્હાવા પડેલા બાળકો પૈકી 4 બાળકો ડૂબ્યાની આશંકા#Daman #ChildAccident #TragicIncident #WaterSafety #RescueOperation… pic.twitter.com/vJyMJu2HJX— Gujarat First (@GujaratFirst) December 11, 2025
1 બાળકનો મૃતદેહ મળ્યો, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની (Daman Fire Brigade) ટીમ ત્યાં પહોંચી છે અને રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) હાથ ધર્યું છે. શોધખોળ દરમિયાન 1 બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હોવાની મહિતી છે. જ્યારે ડૂબેલા અન્ય બાળકોની શોધખોળ ચાલુ છે. ઘટનાને પગલે તળાવ ખાતે સ્થાનિક લોકોનું ટોળું ભેગું થયું છે.
આ પણ વાંચો - Rajkumar Jat case: હવે થશે દૂધનું દૂધ, પાણીનું પાણી!, ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ


