Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જોખમી મુસાફરીના દ્રશ્યો પોલીસના કેમેરામાં કેમ નથી થતા કેદ..?

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં ઈ મેમો ચલણ વાહન ચાલકોને અપાયા છે અને દંડ પણ વસૂલવામાં આવ્યો છે અને હજુ અડધા કરોડનો દંડ વસૂલવા માટે વાહનચાલકોને ઈ મેમો ચલણ આપી નેશનલ લોક અદાલતમાં રજૂ કરાયા હતા. સામાન્ય નાગરિકોને જોઈ મેમો ચલણ...
જોખમી મુસાફરીના દ્રશ્યો પોલીસના કેમેરામાં કેમ નથી થતા કેદ
Advertisement

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં ઈ મેમો ચલણ વાહન ચાલકોને અપાયા છે અને દંડ પણ વસૂલવામાં આવ્યો છે અને હજુ અડધા કરોડનો દંડ વસૂલવા માટે વાહનચાલકોને ઈ મેમો ચલણ આપી નેશનલ લોક અદાલતમાં રજૂ કરાયા હતા. સામાન્ય નાગરિકોને જોઈ મેમો ચલણ અપાતો હોય તો ગ્રામ પંચાયત અને સરકારી તથા ભરૂચનગર પાલિકાના સરકારી વાહનો ઉપર જોખમી મુસાફરી કરતા અને ટ્રાફિક ના નિયમોનું ઉલ્લંઘન બદલ સરકારી વાહનોને ઈ મેમો ચલણ કેમ નથી અપાતા તે પ્રશ્ન નગરજનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે

જાહેર સ્થળોએ CCTV લગાવવામાં આવ્યા છે

Advertisement

ભરૂચ જિલ્લામાં શહેરના તમામ જાહેર માર્ગો ઉપર સેફ એન્ડ સિક્યોર માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઘરે ઈ મેમો ફોટા સાથે પહોંચાડવામાં આવે છે વાહનચાલકો ટ્રાફિકોનું નિયમનું ઉલંઘન એટલે કે ટુ વ્હીલર ઉપર ૩ સવારી સ્પીડમાં વાહન હંકાળવું ફોરવીલ ગાડીમાં સીટબેલ્ટ ન લગાડવો રોંગ સાઈડ એ વાહન પસાર કરવું રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવું સહિત વિવિધ ટ્રાફિકોના નિયમો ના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને તેઓના વાહનના પોતાના ફોટા સાથે ઈ મેમો ચલણ નંબર પ્લેટના આધારે તેમના ઘર સુધી પહોંચી રહ્યા છે અને દંડ વસૂલવામાં આવી રહ્યો છે

Advertisement

આ જોખમી સવારી સામે કેમ કાર્યવાહી નહી?

ભરૂચ શહેર જિલ્લામાં સંખ્યાબંધ ઈ મેમો ચલણ વાહન ચાલકોને આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 12514 વાહન ચાલકોએ ઈ મેમો ચલણ ની ભરપાઈ ન કરી હોવાના કારણે અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી અને નેશનલ લોક અદાલતમાં પણ હાજર થવા માટેનું ફરમાન કરાયું હતું 12554 વાહન ચાલકો પાસેથી 41 લાખ 29 હજાર વસૂલવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે વાહન ચાલકોએ પણ માત્ર જનતા એ જ ઈ મેમો ચલણ ભરપાઈ કરવી પડે છે ભરૂચની વિવિધ ગ્રામ પંચાયત અને ભરૂચ નગરપાલિકાના સરકારી વાહનો જેવા કે ડોર ટુ ડોરના વાહનોમાં મજૂરીયાત લોકોને ડોર ટુ ડોર વાહનોમાં જોખમી સવારી કરાવીને લઈ જવાય છે પરંતુ આ વાહનોને ઈ મેમો ચલણ કેમ નથી અપાતો તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સરકારી વાહનોને પણ ઈ-મેમો આપો

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગ્રામ પંચાયત અને ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો પણ પોતાના વાહનો ઉપર નગરપાલિકાનું બોર્ડ લગાવી રહ્યા છે જેના કારણે તેઓને પણ ઈ મેમો ચલણ આપી શકાતો નથી તેવી ચર્ચાઓ એ પણ ભારે જોર પકડ્યું છે ટ્રાફિકોના નિયમો જો જનતા માટે લાગુ પડતા હોય તો સરકારી વાહનો માટે પણ લાગુ પડવા જોઈએ તેમ વાહનચાલકો પણ આરોપ લગાવી રહ્યા છે

ઈ મેમો ચલણથી બચવા ઘણા વાહન ચાલકો પોતાની ગાડી પર લગાવે છે સરકારીના કામકાજ અંગેના બોર્ડ..?
ભરૂચ શહેર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકોના નિયમોને લઈ સેફ એન્ડ સિક્યોર સાથે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરામાં ટ્રાફિકોના નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોને ઈ મેમો ચલણ આપવામાં આવે છે પરંતુ ઘણા વાહન ચાલકો ઈ મેમો ચલણથી બચવા માટે પોતાના વાહનો પર સરકારી કામકાજ અર્થે ના બોર્ડ લગાવી સાથે ઘણા કોન્ટ્રાક્ટરો પણ પોતાના વાહનો ઉપર નગરપાલિકા કે ગ્રામ પંચાયતના બોર્ડ લગાવી ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે આવા વાહન ચાલકો સામે પણ ઈ મેમો ચલણ આપી ટ્રાફિકોના નિયમોનું પાલન ન કરતા હોય તો કાર્યવાહી કરવાની જરૂર ઊભી થઈ રહી છે.

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : BHARUCH : તાપમાનનો પારો 43 ડિગ્રીએ, શનિવારે વીજ કાપથી ભરૂચવાસીઓ બફાશે

Tags :
Advertisement

.

×