ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડીસા ફટાકડા ફેક્ટરીવાળો આરોપી Deepakkumar Mohnani ક્રિકેટ સટ્ટાનો પણ મહારથી

પોલીસ ધરપકડથી બચવા ભાગી રહેલો દીપક મોહનાણી અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ના હાથે ક્રિકેટ સટ્ટાના એક મોટા કેસમાં માર્ચ-2024માં ઝડપાઈ ચૂક્યો છે.
08:11 PM Apr 01, 2025 IST | Bankim Patel
પોલીસ ધરપકડથી બચવા ભાગી રહેલો દીપક મોહનાણી અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ના હાથે ક્રિકેટ સટ્ટાના એક મોટા કેસમાં માર્ચ-2024માં ઝડપાઈ ચૂક્યો છે.
Deepakkumar_Mohnani_Deesa_Fireworks_Factory_Fire_Deepak_Mohnani_Cricket_Betting_Case_Ahmedabad_Police_Gujarat_First

Deepakkumar Mohnani : રાજ્યભરમાં પોલીસ જેને શોધતી થઈ છે તે આરોપી દિપકકુમાર મોહનાણી (Deepakkumar Mohnani) અને તેના પિતા ખુબચંદ ભૂર્ગભમાં ઉતરી ગયા છે. મધ્યપ્રદેશથી એકાદ દિવસ પહેલાં લવાયેલા મજૂરો પૈકી મોટાભાગના શ્રમિકો અને તેમના સંતાનો ફટાકડા ફેક્ટરી (Fireworks Factory Deesa) માં હોમાઈ ગયા છે. ફેક્ટરી કમ ગોડાઉનમાં ધડાકાભેર લાગેલી આગના કારણે તકલાદી બાંધકામ તૂટી પડતા કાટમાળ નીચે અનેક શ્રમિકો દટાઈ ગયા હતા. આ ઘટનાની જાણ Deepakkumar Mohnani અને તેના પરિવારને થતાં તેઓ ઘર છોડીને નાસી છૂટ્યા છે. પોલીસ ધરપકડથી બચવા ભાગી રહેલો દીપક મોહનાણી અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ના હાથે ક્રિકેટ સટ્ટાના એક મોટા કેસમાં માર્ચ-2024 માં ઝડપાઈ ચૂક્યો છે. હાલમાં મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લા પોલીસે ઇડરમાં નાકાબંધી કરી વાહન ચેકિંગની કાર્યવાહી દરમિયાન કારમાં ભાગી રહેલા આરોપી દિપકકુમાર મોહનાણીની ધરપકડ કરી છે.

Deepakkumar Mohnani ની કોણે કરી હતી ધરપકડ ?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) માં IPL-2024 ની ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન અનેક સટ્ટોડીયા મેદાનમાંથી પકડાયા હતા. DCP ઝોન-2ની એલસીબીના કૉન્સ્ટેબલ ચિરાગભાઈ જયરામભાઈ અને તેમના સાથી કર્મચારીઓ સાથે વોચમાં હતા. 31 માર્ચ 2024ના રોજ મોદી સ્ટેડીયમમાં આવેલી પ્રેસિડેન્ટ ગેલેરીમાંથી દીપકકુમાર ખેમચંદભાઈ મોહનાની (Deepakkumar Mohnani) ને ઝડપી લેવાયો હતો. દીપક મોહનાણી (રહે. 22, મહાવીરનગર, ફાટકની બાજુમાં, હિંમતનગર અને 4, પૂણેનગરી સોસાયટી, ડીસા) પાસેથી એક મોબાઈલ ફોન, રોકડા 12,500 અને પ્રેસિડેન્ટ ગેલેરીની એક ટિકિટ કબજે લેવામાં આવી હતી. Deepak Mohnani ના મોબાઈલ ફોનમાંથી ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) નું માસ્ટર આઈડી 19exch મળી આવ્યું હતું. આ માસ્ટર આઈડીમાં 17 ચાલુ ક્લાયન્ટના નામ પણ મળ્યા હતા. આ ઉપરાંત english999 નામનું પણ એક આઈડી મળ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં સટ્ટોડીયા દીપકકુમાર ખુબચંદ મોહનાણીએ કબૂલ્યું હતું કે, ડીસા પૂણેનગરી સોસાયટીમાં રહેતા પાડોશી રાજેશકુમાર પરમાનંદ મહેશ્વરી પાસેથી કમીશન પર માસ્ટર આઈડી મેળવ્યું છે. આ માહિતીના આધારે ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police Station) માં દીપક મોહનાણી સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Deesa SDM : પ્રાંત અધિકારીની ગંભીર બેદરકારી ફટાકડા ફેક્ટરીમાં થયેલા નિર્દોષોના મોત માટે જવાબદાર

પોલીસની અનેક ટીમ આરોપીઓની શોધખોળમાં

ડીસા તાલુકામાં દીપક ટ્રેડર્સ નામથી ચાલતી ફટાકડા ફેક્ટરી કમ ગોડાઉનમાં અકસ્માતના કારણે શ્રમિકોના મોત થયાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. ઘટના સ્થળે દોડી ગયેલા ડીસા એસડીપીઓ સી. એલ. સોલંકી (C L Solanki DySP) અને તેમની ટીમે 5 ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડી ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ તેમજ JCB સ્થળ પર મંગાવી લીધા હતા. Deesa SDPO ચંદ્રસિંહ સોલંકીએ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ ( Akshay Raj) અને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા (Chirag Koradia) ને ઘટનાથી વાકેફ કરતા જુદીજુદી ટીમો આરોપીને શોધવા સવારથી જ કામે લાગી ગઈ હતી. ડીસા, હિંમતનગ અને અમદાવાદ સહિત અનેક રહેઠાણના સ્થળો તેમજ સંભવિત સ્થળો પર પોલીસ ટીમોએ આરોપીઓની શોધખોળ કરી રહી છે. ઘટના માટે જવાબદાર આરોપીઓ દેશ છોડીને ફરાર ના થાય તે માટે પણ પ્રયાસ હાથ ધરાયા છે.

આ પણ વાંચો - Banaskantha: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ મામલે SIT ની રચના કરાઈ,CM એ કરી સહાયની જાહેરાત

આરોપીના સંબંધીઓ અને પરિચિતોનો પૂછપરછ

ડીસા ફટાકડા ફેક્ટરી કમ ગોડાઉનમાં સર્જાયેલા મોતના તાંડવે ગુજરાત સરકાર (Gujarat Government) ને બચાવ પક્ષમાં મુકી દીધી છે. હચમચાવી દેનારી આ ઘટનામાં કલેક્ટર તંત્રની બેજવાબદારી ખુલીને સામે આવી છે. પોલીસના નકારાત્મક અભિપ્રાય બાદ પણ ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલે (Neha Panchal Deesa SDM) કોઈ જરૂરી કાર્યવાહી કરી ન હતી. ફરાર આરોપીઓને વહેલામાં વહેલી તકે ઝડપી લેવા ગાંધીનગરથી આદેશ છૂટ્યા છે. જેના પગલે બનાસકાંઠા જિલ્લા પોલીસ (Banaskantha Police) મોહનાણી પરિવારના કેટલાંક સભ્યોની પૂછપરછ કરી આરોપી સુધી પહોંચવા પ્રયત્નશીલ બની છે. આ સાથે Deepak Mohnani ના બેનંબરી સંપર્કોની માહિતી મેળવી કેટલાંક શખ્સોની આગવી ઢબે પૂછપરછ થઈ રહી છે.

આ પણ વાંચો - Banaskantha: ડીસા ફટાકડાની ફેક્ટરીમાં મામલો, ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ, નેતાઓએ સરકાર પર કર્યા પ્રહાર

Tags :
Ahmedabad PoliceAkshay RajBanaskantha PoliceBankim PatelC L Solanki DySPChandkheda Police StationChirag KoradiaCricket BettingDeepak MohnaniDeepakkumar MohnaniDeesa SDPOFireworks Factory DeesaGujarat FirstGujarat GovernmentNeha Panchal Deesa SDM
Next Article