Deesa Blast : આરોપી દિપક મોહનાનીને લઈ હિંમતનગરનાં વેપારીએ કર્યો મોટો ખુલાસો!
- ડીસા વિસ્ફોટકાંડના આરોપી દિપકના એક બાદ એક ખુલાસા! (Deesa Blast)
- આરોપી દિપકને લઈને હિંમતનગરનો એક વેપારી આવ્યો સામે
- આરોપી દિપકે વેપારીને લાખો રૂપિયાનું નુકસાન કરાવ્યું હતું
- ગોંભાઈ નજીક ભાગીદારીમાં ફટાકડાનું ગોડાઉન ખોલ્યું હતું
બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) ડીસા તાલુકામાં આવેલા ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટકાંડ (Deesa Blast) મામલે તપાસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે આ અગ્નિકાંડમાં મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક દિપક મોહનાનીને લઈ હિંમતનગરનાં એક વેપારીએ મોટો ખુલાસો કર્યો છે. વેપારીએ જણાવ્યું કે, આરોપી દિપકે ભાગેદારી કરીને વેપારીને લાખો રૂપિયાનું નુકસાન કરાવ્યું હતું.
આ પણ વાંચો - Banaskantha : ડીસા વિસ્ફોટ કાંડના આરોપી પિતા-પુત્રના ખૂલ્યા મોટા રાઝ
ભાગીદારી ધંધો કરીને દિપક મોહનાનીએ લાખોનું નુકસાન કરાવ્યું!
ડીસા વિસ્ફોટકાંડનાં (Deesa Blast) આરોપી દિપક મોહનાનીને લઈ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે, હિંમતનગરનાં (Himmatnagar) એક વેપારી સામે આવ્યા છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2022-23 માં દિપક મોહનાની સાથે ભાગીદારીમાં ફટાકડાની પેઢી ખોલી હતી. આ માટે ગાંભોઈ નજીક ફટાકડાનું વિશાળ ગોડાઉન પણ ખોલ્યું હતું. પરંતુ, બે જ વર્ષ ભાગીદારી ધંધો કરીને દિપક મોહનાનીએ લાખોનું નુકસાન કરાવ્યું હતું.
આ પણ વાંચો - Banaskantha : ડીસા વિસ્ફોટ કાંડમાં 21નાં મોત, એમ્બ્યુલન્સમાં મૃતદેહો મુકવાની કામગીરી શરુ
ધંધામાં હિસાબોમાં ગોટાળા થવાની આશંકા જતા ધંધો બંધ કર્યો
વેપારીએ જણાવ્યું કે, ધંધામાં હિસાબોમાં ગોટાળા થવાની આશંકા જતા ધંધો બંધ કર્યો હતો. વિજય સિંધી નામનાં પાર્ટનરે ફટાકડાનો ધંધો આખરે બંધ કરી દિપક મોહનાની છૂટો કર્યો હતો. સ્થાનિક પોલીસ (Banaskantha Police) દ્વારા પણ ગોડાઉન પર તપાસ હાથ ધરાઈ હતી. ફટાકડાના પરવાના સહિતની પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો - Banaskantha : ડીસા બ્લાસ્ટ કેસનો આરોપી ઝડપાયો, વહીવટી તંત્રે 21 શ્રમિકોના મોતની કરી પુષ્ટિ


