Surat : મનરેગા કૌભાંડ મુદ્દે ધારાસભ્યની તપાસની માગ, 2500 કરોડથી વધુનુ કૌભાંડ બહાર આવી શકે છે: ચૈતર વસાવા
- મનરેગા કૌભાંડ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાની તપાસની માગ
- મનસુખ વસાવાએ જાતે અધિકારીઓની સંડોવણી સ્વીકારી
- ગાંધીનગરથી લઇ નીચે સુધીના અધિકારીઓ સંડોવાયેલા
- મહિના પહેલા આ કૌભાંડની વાત કરી ત્યારે વિરોધ કર્યો હતો
મનરેગા કૌભાંડ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતું કે, મનસુખ વસાવાએ જાતે સ્વીકાર્યું છે કે, ગાંધીનગરથી લઈ નીચે સુધી અધિકારીઓ આ કૌભાંડમાં સંડોવાલેયા છે. હું મનસુખ વસાવાને વિનંતી કરુ છું કે તેઓ પાસે જેટલી પણ માહિતી હોય તે જગ જાહેર કરે. હું અથવા મારી પાર્ટીનું કોઈ અન્ય વ્યક્તિ પણ હોય તો તેનું નામ પણ જગ જાહેર કરે. મનરેગાની યોજના ગરીબોના જીવન નિર્વાહ માટેની યોજના હતી.
મનરેગા કૌભાંડ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાની તપાસની માગ
"મનસુખ વસાવાએ જાતે અધિકારીઓની સંડોવણી સ્વીકારી"
"ગાંધીનગરથી લઇ નીચે સુધીના અધિકારીઓ સંડોવાયેલા"
"મહિના પહેલા આ કૌભાંડની વાત કરી ત્યારે વિરોધ કર્યો હતો"@Chaitar_Vasava @MansukhbhaiMp #Gujarat #MansukhVasava #ChaitarVasava… pic.twitter.com/SAqQggMbU0— Gujarat First (@GujaratFirst) July 4, 2025
2500 કરોડથી વધુનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે : ચૈતર વસાવા
તેમજ મનરેગા કૌભાંડની તપાસ સીબીઆઈ, ઈડી, જીએસટી વિભાગ અથવા હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ. 2500 કરોડથી વધુનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. જે કૌભાંડના નાણા વિદેશોમાં ગયા છે. આ કૌભાંડમાં મોટા નેતાઓના નામો બહાર આવવાની શક્યતા છે. કૌભાંડની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તે જરૂરી છે. મહિના પગેલા મે આ કૌભાંડની વાત કરી ત્યારે મનસુખ વસાવાએ મારો વિરોધ કર્યો હતો. આવા કોઈ કૌભાંડ અહીં ચાલવતા ના હોવાનો મે દાવો કર્યો હતો. મનસુખ વસાવાએ જે તે સમયે બચાવ કર્યો હતો. પરંતુ આજે તેઓએ જાતે સ્વીકાર કર્યો છે કે, ગાંધીનગરથી લઈ નીચે સુધીના લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા છે.
આ પણ વાંચોઃ MONSOON : ચોમાસાના કુલ વરસાદનું ચોથા ભાગનું પાણી હવે જૂન માસમાં વરસી જાય છે
કાલ ઉઠીને આ કૌભાંડમાં ભીનું સંકેલાવાની શક્યતા છે
મનરેગા યોજના હેઠળ એજન્સીમાં રૂપિયા જ એટલા જમા થયા છે. ને કેટલાક લોકોએ લંડનમાં ભાગીદારીમાં આ રૂપિયા નિવેશ કર્યા છે. કાલ ઉઠીને આ કૌભાંડમાં ભીનું સંકેલાવાની શક્યતા છે. ભૂતકાળમાં મનસુખભાઈએ ઘણી મીઠાઈઓ અને કેરી પણ ખાધી છે. એટલા માટે આ કૌભાંડમાં તેઓ ખુલીને બહાર આવ્યા છે. ક્યાંક ખટકાયું હોવાના કારણે મનસુખભાઈ બહાર આવ્યા છે.
આ પણ વાંચોઃ Rajkot: શહેર અને જિલ્લા ભાજપમાં ખળભળાટ, રોડ અને રસ્તા મુદ્દે ભાજપમાં આંતરિક ઘમાસાણ


