Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Deodar: ‘મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે’ ઓગડ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ધુણ્યો ભુવો!

દિયોદરમાં ઓગડ જિલ્લાની માંગને લઈને વિરોધ પ્રદર્શન ધરણા કાર્યક્રમમાં ભુવો ધુણ્યો હોવાનો વીડિયો પણ અત્યારે વાયરલ ભુવાએ ઓગડ જિલ્લો બનશે તેવી ભવિષ્યવાણી પણ કરી Deodar: બનાસકાંઠાનું વિભાજન અત્યારે ખુબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નોંધનીય છે કે, અત્યારે ધાનેરા...
deodar  ‘મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે’ ઓગડ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ધુણ્યો ભુવો
Advertisement
  1. દિયોદરમાં ઓગડ જિલ્લાની માંગને લઈને વિરોધ પ્રદર્શન
  2. ધરણા કાર્યક્રમમાં ભુવો ધુણ્યો હોવાનો વીડિયો પણ અત્યારે વાયરલ
  3. ભુવાએ ઓગડ જિલ્લો બનશે તેવી ભવિષ્યવાણી પણ કરી

Deodar: બનાસકાંઠાનું વિભાજન અત્યારે ખુબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નોંધનીય છે કે, અત્યારે ધાનેરા અને દિયોદરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. દિયોદરમાં ઓગડ જિલ્લાની માંગને લઈને વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ દિયોદર સૂચિત ઓગડ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ભુવો ધુણ્યો હોવાનો વીડિયો પણ અત્યારે વાયરલ થયો છે. આ વીડિયો પણ અત્યારે ખુબ જ વાયરલ થયો છે.

આ પણ વાંચો: Dhanera: બનાસકાંઠાનું વિભાજન થયું એટલે ધરણા પ્રદર્શનમાં ભાવુક થયા પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત

Advertisement

લ્યો બોલો! ઓગડ જિલ્લો બનશે તેવી ભુવાએ ભવિષ્યવાણી પણ કરી

ઓગડ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ભુવાએ ઓગડ જિલ્લો બનશે તેવી ભવિષ્યવાણી પણ કરી છે.ભુવાએ કહ્યું કે, ‘મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે’. નોંધનીય છે કે, દિયોદરને જિલ્લા મથક જાહેર કરી ઓગડ જિલ્લો નામ આપવા સ્થાનિકો સહિત અનેક સંગઠનો અને નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ અત્યારે આ વિવાદ ખુબ જ વધી રહ્યો છે. પરંતુ વિભાજનના વિરોધમાં હવે ભુવાની એન્ટ્રી થઈ છે.

Advertisement

આ પણ વાંચો: Amreli: દીકરીને ન્યાય અપાવવા નીકળેલા કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત, યજ્ઞેશ દવે વિશે આ શું બોલ્યા?

ધરણા પ્રદર્શનમાં ભાવુક થયા પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત

ધાનેરામાં પણ ધરણા પ્રદર્શન દરમિયાન મફતલાલ પુરોહિતે ભાવુક થઈને કહ્યું કે, વિભાજનની નાનકડી વાતને લઈ ધાનેરાના લોકોને આંદોલન કરવું પડે છે, બનાસકાંઠામાં જ ધાનેરા રહે તે માટે દેશના ગૃહ મંત્રી અમિત શાહ જોડે ટેલીફોનિક વાત થઈ છે. વર્ષોથી સંઘમાં કામ કર્યું છે તેમ છતાં પણ તાલુકાની માંગ માટે લડત કરવી પડે છે’. વધુમાં મફતલાલ પુરોહિતે કહ્યું કે, ‘જો તમને અમે ન ગમતા હો અને વાવ થરાદ મોકલવા હોય એના કરતાં તો પાકિસ્તાનમાં મોકલી દો, વાવ-થરાદ મોકલવા કરતા અમને જલિયાવાલા કરી નાખો, મારી નાખો! અમારે રોજ રોજ મરવું એના કરતા એકજ વાર મરવું સારુ.’

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો