Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓરસંગ નદીમાંથી ચાલતો સફેદ રેતીનો કાળો કારોબાર, 50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે

ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગના પટમાંથી  ગેરકાયદે અને બીન અધિકૃત રીતે સફેદ રેતીની ચોરી કરી, કાળો કારોબાર કરતાં ભૂમાફિયાઓ બેફામ બનતાં ખાણ ખનીજ વિભાગે આજે સપાટો બોલાવ્યો હતો. એક JCB અને ત્રણ ડમ્પર ડીટેઇન કરી અંદાજે રૂા. ૫૦ લાખનો ઉપરાંતનો...
ઓરસંગ નદીમાંથી ચાલતો સફેદ રેતીનો કાળો કારોબાર  50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે
Advertisement

ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગના પટમાંથી  ગેરકાયદે અને બીન અધિકૃત રીતે સફેદ રેતીની ચોરી કરી, કાળો કારોબાર કરતાં ભૂમાફિયાઓ બેફામ બનતાં ખાણ ખનીજ વિભાગે આજે સપાટો બોલાવ્યો હતો. એક JCB અને ત્રણ ડમ્પર ડીટેઇન કરી અંદાજે રૂા. ૫૦ લાખનો ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી સીઝ કર્યો હતો.

ખાણ ખનીજ વિભાગે કર્યો પર્દાફાશ 

ડભોઇ તાલકાના ભીમપુરા અને કરણેટ ગામ પાસેનાં ઓરસંગ નદીનાં પટમાંથી ગેરકાયદે સફેદ રેતીની ચોરી કરી કાળો કારોબાર કરાતો હતો. આ રીતે ભૂમાફિયાઓ બેફામ બન્યાં હતાં. ત્યારે આજે ખાણ ખનીજ વિભાગે તેને મળેલી બાતમીનાં આધારે ઓરસંગ નદીનાં પટમાં દરોડા પાડયાં હતાં. અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતાં એક જેસીબી અને ત્રણ ડમ્પર ડીટેઇન કર્યા હતાં.

Advertisement

ખાણ ખનીજ વિભાગ

ખાણ ખનીજ વિભાગ

Advertisement

અંદાજે રૂા.૫૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજની રેડના કારણે ગેરકાયદેસર રેતી ખનના કરતાં ભૂમાફીયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ તો ડભોઇ પોલીસસ્ટેશન ખાતે ટ્રક અને જીસીબીને સીઝ કરી મૂકવામાં આવ્યાં છે, આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અગાઉ પણ આવાં લોકો રેતીની ખનીજ ચોરીમાં સંડોવાયેલા છે

અગાઉ પણ આવાં લોકો રેતીની ખનીજ ચોરીમાં સંડોવાયેલા છે. ખાન ખનીજ વિભાગ વારંવાર આવી કાર્યવાહી કરે છે. પરંતુ કયાંક કચાસ રહી જાય છે.  અથવા કડક કાર્યવાહી કે સખત સજા થતી ન હોવાથી આવાં ભૂમાફિયાઓની ગેરરીતિઓ ચાલુ જ રહે છે. વિભાગ કડક કાનૂની કાર્યવાહી કરે તો આવા ઈસમો છૂટી જાય નહીં અને સરકાર થતું મોટું આર્થિક નુકસાન અટકે.

ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં બેફામ ખનીજની ચોરી થતી જ રહે છે. વડોદરા જીલ્લામાં  રાતે ૬ વાગ્યા પછી મશીનો ઉતારીને સફેદ રેતીનો કાળો કારોબાર કરવામાં ભૂમાફિયાઓ જરા પણ ગભરાતાં નથી. ડભોઇ તાલુકાના કરનણેટ ગામે ડભોઇ નગરપાલિકાનું વોટર વર્કસ આવેલુ છે. ત્યાં પણ પ્રતિબંધિત વિસ્તારમાંથી મોટી માત્રામાં રેતીનું ખનન કરી નાખવામાં આવે છે.

ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક દંડનીય કાર્યવાહી કરાય તો ભૂમાફિયાઓ આવી હિંમત કરે નહી. તેવી ચર્ચાએ ભારે વેગ પકડ્યો છે. એટલું જ નહીં પરંતુ સૂત્ર દ્વારા જાણવા મળતી માહિતી મુજબ આ ખાન ખનીજ વિભાગના અધિકારીઓ કોઈપણ વિસ્તારમાં રેડ પાડવા જતાં પહેલા જ તેમનાં માહિતીગાર પાસેથી ભૂમાફિયાઓને બાતમીના મળી જતી હોય છે.

જેથી મોટો પર્દાફાશ થતો નથી. ચાલતી ચર્ચાઓ મુજબ તો આ વિભાગના અધિકારીઓ જ તેઓ હાથ મિલાવીને પોતાનો કાર્યભાર પૂરો કરી દેતા હોય છે અને માત્રને માત્ર પોતાનાં ચોપડા ઉપર જ વિભાગની કામગીરી બતાવી વાહ વાહ કરી લેવામાં આવતી હોય છે. પરંતુ જો અધિકારીઓ ખરેખર સરકાર પ્રત્યે વફાદારી બતાવી નિષ્ઠાપૂર્વક કડક કાર્યવાહી કરે સરકારને થતું આર્થિક નુકસાન અટકે અને સફેદ રેતીનો કાળો કારોબાર અટકે તેમજ મોટી સંખ્યામાં ભૂમાફિયાઓ રંગે હાથે ઝડપાય.

અહેવાલ - પીન્ટુ પટેલ

આ પણ વાંચો -- ભરૂચ : નર્મદા પાર્ક પૂરના પાણીમાં ખંડેર બનતા પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બન્યું

Tags :
Advertisement

.

×