Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat ACB : 30 હજારની લાંચ સ્વીકારતો નાયબ મામલતદાર એસીબીના હાથે ઝડપાયો

Gujarat ACB ની ટીમે એક ડીકૉય ગોઠવીને સાબરકાંઠાની હિંમતનગર મામલતદાર કચેરી ખાતે રૂપિયા 30 હજારની લાંચ સ્વીકારનાર નાયબ મામલતદારને રંગે હાથ પકડી પાડ્યો છે.
gujarat acb   30 હજારની લાંચ સ્વીકારતો નાયબ મામલતદાર એસીબીના હાથે ઝડપાયો
Advertisement

Gujarat ACB ને અવારનવાર ખાણ-ખનિજના મામલે બેફામ લાંચ લેતા અધિકારીઓની રાજ્યભરમાં મોટી બૂમ છે. ભ્રષ્ટાચારના ખનનમાં ખાણ-ખનિજ વિભાગની સાથે-સાથે મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) પણ જોડાયેલો છે. Gujarat ACB ની ટીમે એક ડીકૉય ગોઠવીને સાબરકાંઠાની હિંમતનગર મામલતદાર કચેરી ખાતે રૂપિયા 30 હજારની લાંચ સ્વીકારનાર નાયબ મામલતદારને રંગે હાથ પકડી પાડ્યો છે.

Gujarat ACB ને અનેક ફરિયાદ/રજૂઆતો થઈ હતી

રાજ્યના અન્ય જિલ્લા અને તાલુકાઓની જેમ સાબરકાંઠાના હિંમતનગર મામલતદાર કચેરી (Himmatnagar Mamlatdar Office) માં ભ્રષ્ટાચારની દુકાન ધમધમે છે. આવી માહિતી Gujarat ACB ને મળતા અધિકારીઓએ આ મામલે તપાસ કરી હતી. ખાણ-ખનિજ વિભાગ (Department of Mines and Minerals) માંથી ખનન કરવાની મંજૂરી મળ્યા બાદ સ્થાનિક સર્કલ ઑફિસર જગ્યાનો નકશો બનાવીને અભિપ્રાય આપે છે. આ પ્રક્રિયા બાદ અરજદાર જે-તે સ્થળેથી ખનન કરી શકે છે. આવા અરજદારો પાસેથી હકારાત્મક અભિપ્રાય આપવા બદલ ગાંભોઈ સર્કલ ઑફિસર જિતેન્દ્ર રમેશચંદ્ર પટેલ (નાયબ મામલતદાર) 30 હજારથી 50 હજાર રૂપિયા જેટલી લાંચ માગે છે. આ હક્કિત આધારે મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. ડી. ચાવડા (PI S D Chavda) એ એક ડિકૉય ગોઠવી હતી. ડિકૉય દરમિયાન લાંચિયો નાયબ મામલતદાર 30 હજાર રૂપિયા લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે.

Advertisement

ખાણ-ખનિજ અને મહેસૂલ ભ્રષ્ટાચારમાં બેલગામ

ભાજપ સરકારના મંત્રીઓથી લઈને સંત્રીઓ સુધી સૌને ખબર છે કે, ખાણ-ખનિજ અને મહેસૂલ વિભાગમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. આમ છતાં વિભાગના વડાઓ ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યાં છે. મહિને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે અનેક વખત Gujarat ACB પત્રો લખી ચૂકી છે, પરંતુ વિભાગના વડા ભ્રષ્ટાચારીઓને બચાવવામાં સતત પ્રયત્નશીલ રહે છે.

Advertisement

આ પણ વાંચો :   ત્રાસવાદીઓ શોધી કાઢતી Gujarat ATS ને એક રિવૉલ્વર શોધવામાં ત્રણ મહિના લાગ્યા

Tags :
Advertisement

.

×