Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Devayat Khavad Controversy : વધુ એક શખ્સની એન્ટ્રી, Video બનાવી દેવાયત ખવડને ફેંક્યો ખુલ્લો પડકાર!

ધ્રુવરાજસિંહ ચૌહાણને માર મારી હત્યાનાં પ્રયાસના આરોપ હેઠળ દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે
devayat khavad controversy   વધુ એક શખ્સની એન્ટ્રી  video બનાવી દેવાયત ખવડને ફેંક્યો ખુલ્લો પડકાર
Advertisement
  1. ડાયરા કલાકાર દેવાયત ખવડ સામે આરોપનો મામલો (Devayat Khavad Controversy)
  2. દેવાયત ખવડ સહિત 15 લોકો સામે યુવકને માર મારવાનાં આરોપ સાથે ફરિયાદ
  3. આ મામલે વધુ એક શખ્સની એન્ટ્રી, દેવાયત ખવડને ફેંક્યો પડકાર
  4. વીડિયો બનાવી મેઘરાજસિંહ ગોહિલનો દેવાયત ખવડને ખુલ્લો પડકાર

Devayat Khavad Controversy : જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. દેવાયત ખવડ અને તેમનાં સાથીદારો સામે ધ્રુવરાજસિંહ ચૌહાણ (DhruvRajSingh Chauhan) નામના યુવકની કારને ટક્કર મારી મૃત્યુ નીપજાવવાની કોશિશ કરવી, ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવી, માર મારવા સહિતના આરોપ સાથે ફરિયાદ નોંધાતા ગુનો નોંધાયો છે. ત્યારે હવે આ મામલે વધુ એક વ્યક્તિની એન્ટ્રી થઈ છે. મેઘરાજસિંહ ગોહિલ (Meghrajsingh Gohil) નામના શખ્સે વીડિયો બનાવીને દેવાયત ખવડને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

આ પણ વાંચો - Devayat Khavad : જાણીતા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી! નોંધાઈ ફરિયાદ

Advertisement

Advertisement

મેઘરાજસિંહ ગોહિલે વીડિયો બનાવી Devayat Khavad ને ખુલ્લો પડકાર ફેંક્યો

મેઘરાજસિંહ ગોહિલે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વાઇરલ વીડિયોમાં તેઓ ડાયરા કલાકાર દેવાયત ખવડને ખુલ્લો પડકાર ફેંકે છે અને કહે છે કે, '12-15 લોકો એક છોકરાને મારવા નીકળો છો. લોકેશન મોકલું, ફોન કરીને બોલાવો.. ખબર પડે કોણ કોને મારે છે..!' આ વીડિયો વાઇરલ થયા બાદ હજું સુધી દેવાયત ખવડની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

આ પણ વાંચો - Devayat Khavad : દેવાયત ખવડે બંદુક બતાવી કેસ ન કરવાની આપી ધમકીઃ ધ્રુવરાજસિંહ

ધ્રુવરાજસિંહ ચૌહાણની કારને ટક્કર મારવા અને માર મારવાનો આરોપ

જણાવી દઈએ કે, બે દિવસ પહેલા ગીરના તાલાલામાં દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યો હોવાના આરોપ થયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણને (DhruvRajSingh Chauhan) માર મારી હત્યાનાં પ્રયાસના આરોપ હેઠળ દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. માહિતી અનુસાર, દેવાયત ખવડ (Devayat Khavad) સામે વાહન અથડાવી મૃત્યુ નીપજાવવાની કોશિશ, ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવી, ગેરકાયદે મંડળી રચવી, નુકસાન પહોંચાડવું, ગુનાહિત ષડયંત્ર રચવું, ઈરાદાપૂર્વક ઉશ્કેરવા અને ધમકી આપવા સહિતનાં આરોપો હેઠળ ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Devayat Khavad : દેવાયત ખવડ પર ફરી મારામારીનો ગંભીર આરોપ! જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×