Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Devayat Khavad : ના હોય ખરેખર..! શું દેવાયત ખવડ ચૂંટણી લડશે ? જાણો સગા મામાએ શું કહ્યું ?

રામકુભાઈ કરપડાએ કહ્યું કે, સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કરવામાં આવ્યા તે સમગ્ર ઝઘડાનું મૂળ કારણ હતું.
devayat khavad   ના હોય ખરેખર    શું દેવાયત ખવડ ચૂંટણી લડશે   જાણો સગા મામાએ શું કહ્યું
Advertisement
  1. કલાકાર Devayat Khavad ની બાકાઝીકીને લઇને સૌથી મોટા સમાચાર
  2. દેવાયત ખવડ ભાજપમાંથી વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા
  3. દેવાયત ચૂંટણી લડે તો તેમની પહેલી પસંદ ભાજપઃ રામકુભાઇ
  4. સોશિયલ મીડિયાનો ઉશ્કેરણીજનક વીડિયો ઝઘડાનું મૂળઃ રામકુભાઇ

Surendranagar : લોકડાયરા કલાકાર દેવાયત ખવડના વિવાદને લઈ મોટા સમાચાર આવ્યા છે. દેવાયત ખવડ ભાજપમાંથી (BJP) વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. દેવાયત ખવડના મામા રામકુભાઈ કરપડાએ (Ramkubhai Karpada) આ અંગે માહિતી આપી છે. જો દેવાયત ખવડ ચૂંટણી લડશે તો તેમની પહેલી પસંદ ભાજપ રહેશે તેવું નિવેદન રામકુભાઇએ આપ્યું છે.

આ પણ વાંચો - Surat : જામીન પર છૂટ્યો, જેલ બહાર સાગરીતોએ સ્વાગત કર્યું, કારનાં કાફલા સાથે Video બનાવી વાઇરલ કર્યા

Advertisement

Advertisement

Devayat Khavad ચૂંટણી લડે તો તેમની પહેલી પસંદ ભાજપઃ રામકુભાઇ

લોકડાયરા કલાકાર અને વિવાદોમાં સપડાયેલા દેવાયત ખવડ (Devayat Khavad) હંમેશાં કોઈના કોઈ કારણે ચર્ચામાં રહે છે. ત્યારે હવે ફરી એકવાર દેવાયત ખવડ સમાચારમાં આવ્યા છે. આગામી સમયમાં દેવાયત ખવડ ચૂંટણી લડે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આ શક્યતા દેવાયત ખવડના જ સગા મામા રામકુભાઈ કરપડા દ્વારા વ્યક્ત કરાઈ છે. રામકુભાઈ કરપડાએ જણાવ્યું કે, આગામી સમયમાં જો દેવાયત ખવડ વિધાનસભા ચૂંટણી (Assembly Elections) લડે તો ભાજપમાંથી લડી શકે છે.

આ પણ વાંચો - Navaratri: અમદાવાદમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી DJ, ધ્વનિ પ્રદૂષણ પર પ્રતિબંધ

'ઉશ્કેરણીજનક વીડિયો મૂકી દેવાયતને ઉશ્કેરવામાં આવ્યો'

લોકડાયરા કલાકાર દેવાયત ખવડની બબાલ મામલે રામકુભાઈ કરપડાએ કહ્યું કે, સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કરવામાં આવ્યા તે સમગ્ર ઝઘડાનું મૂળ કારણ હતું. રાજકોટ (Rajkot) અને ગીર સોમનાથ (Gir Somnath) બંને જગ્યાએ બબાલ બાદ સતત સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક વીડિયો મૂકી દેવાયત ખવડને ઉશ્કેરવામાં આવ્યા હતા. બહેન-દીકરી પર કરેલ અભદ્ર ટિપ્પણી કયારેય સહન ન કરી શકાય તેમ પણ રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે, સનાથલમાં ડાયરો બુક કર્યા બાદ સમયસર ન પહોંચવું તે દેવાયત ખવડની પણ ભૂલ હતી. તેમણે આગળ કહ્યું કે, દેવાયત ખવડ દુધઇ ગામનાં રહેવાસી છે, જ્યાં ક્યારે પણ તેમની કોઈ સાથે ઝગડો કે બોલાચાલી પણ થઈ નથી. જણાવી દઈએ કે, દેવાયત ખવડ હાલમાં તલાલા પોલીસ સ્ટેશનમાં (Talala Police Station) રિમાન્ડ પર છે.

આ પણ વાંચો - Ahmedabad : નવા વાડજમાં AMTS બસ ડેપોની દીવાલ ધરાશાયી, 30 વર્ષીય યુવકનું મોત

Tags :
Advertisement

.

×