Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Devgarhbaria :કોંગ્રેસ શહેર પ્રમુખે ખાડામાં બેસી તંત્ર સામે વિરોધ નોંધાયો

અહેવાલ - ઈરફાન મકરાણી, દેવગઢ બારીઆ  દેવગઢ બારીયા નગરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે રસ્તો બન્યો ખખડધજ રસ્તામાં મસ મોટા ખાડા વરસાદી પાણી ભરાતા અનેક અકસ્માત અનેક રજૂઆત છતાં તંત્ર ઠેરનું ઠેર. શહેર કોંગ્રેસ પ્રમુખ રસ્તાની કામગીરી હાથ ધરવા ની માંગ...
devgarhbaria   કોંગ્રેસ શહેર પ્રમુખે ખાડામાં બેસી તંત્ર સામે વિરોધ નોંધાયો
Advertisement

અહેવાલ - ઈરફાન મકરાણી, દેવગઢ બારીઆ 

દેવગઢ બારીયા નગરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે રસ્તો બન્યો ખખડધજ રસ્તામાં મસ મોટા ખાડા વરસાદી પાણી ભરાતા અનેક અકસ્માત અનેક રજૂઆત છતાં તંત્ર ઠેરનું ઠેર. શહેર કોંગ્રેસ પ્રમુખ રસ્તાની કામગીરી હાથ ધરવા ની માંગ સાથે પાણી ભરેલા ખાડામાં બેસતા પોલીસ તંત્ર દોડતું થયું પોલીસે પ્રમુખને ડીટેઇન કરી છોડી મૂક્યા

Advertisement

Advertisement

દેવગઢ બારીયા નગર રસ્તાઓ બન્યા ખખડધજ
દેવગઢ બારીયા નગરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે રસ્તો વર્ષો પહેલા બન્યો ત્યારથી આ રસ્તો સતત વિવાદમાં રહ્યો છે અને તે પછી આ સ્ટેટ હાઇવેનો રસ્તો દિવસે ને દિવસે તૂટતો જતા આ હાઈવે રસ્તો ખખડધજ બનવા પામ્યો છે. જેને લઇ આ રસ્તો ઉપર મસ્ મોટા ખાડા પડી જતા જાણે રસ્તો ગાડા ચિલા સમાન બનવા પામ્યો છે. ત્યારે આ રસ્તાને લઈ સ્થાનિક લોકોથી લઈ અનેક નેતાઓ દ્વારા રજૂઆતો કરવા છતાં પણ જાણે આ હાઈવે રસ્તાની કોઈ જવાબદાર અધિકારી કે પછી તેનો કોઈ રણીધણી ન હોઈ તેમ આ રસ્તાની કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા લોકો રસ્તાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Image preview

ત્યારે આજરોજ દેવગઢબારિયા કોંગ્રેસ શહેર પ્રમુખ આ મસ મોટા ખાડામાં બેસી જઈ તંત્રનો વિરોધ દર્શાવ્યો હતો અને આ કોંગ્રેસ શહેર પ્રમુખ પાણી ભરેલા ખાડામાં બેસતા અનેક વાહન ચાલકો જાણે સમર્થનમાં આવ્યા હોય તેમ જોવાઈ રહ્યું હતું ત્યારે આ શહેર પ્રમુખ ખાડામાં બેસતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે કલાકથી વધુ સમય બેઠેલા આ શહેર પાર્ટી પ્રમુખને દેવગઢબારિયા પોલીસ ડીટેનકરી ને પોલીસ મથકે લઈ જવાયો હતો ત્યારે આ શહેર પ્રમુખ આ રસ્તો નું સમારકામ કરવામાં નહીં આવે તો આ ખાડાઓને લઈ ફરી ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી.

વાહન ચાલકોને પડી  રહિ  છે  મુશ્કેલી 
દેવગઢ બારીયા નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે રસ્તો એટલો ખખડધજ બન્યો છે કે રોજે રોજ આ રસ્તા ઉપર નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે કોને રજૂઆત કરવી તેવા અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તા ને લઇ કાર્યવાહી હાથ ધરશે કે કેમ?

આપણ  વાંચો -JUNAGADH : વંથલીમાં શાળાની છત ધરાશાયી થઈ, ચાર વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×