ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dharoi Adventure Fest : દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ

ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરિઝમ – પિલગ્રિમેજ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની દિશાનું પહેલું કદમ “એડવેન્ચર ફેસ્ટ”
03:14 PM May 23, 2025 IST | Kanu Jani
ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરિઝમ – પિલગ્રિમેજ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની દિશાનું પહેલું કદમ “એડવેન્ચર ફેસ્ટ”

 

Dharoi Adventure Fest : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ એડવેન્ચર ઝોનનું ઉદઘાટન કર્યુ હતું અને સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને મહાનુભાવો સાથે એડવેન્ચર ઍક્ટિવિટી સ્થળની મુલાકાત લઈને પેરા મોટરીંગ સહિતની રાઇડસ પણ નિહાળી હતી અને ટેન્ટસિટીનું ઉદ્દઘાટન કરીને તેની મુલાકાત લીધી હતી.


 

વર્લ્ડ ક્લાસ સબસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સબસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.ધરોઈ ડેમ રિજીયન ડેવલપમેન્ટ સમગ્રતયા ત્રણ ફેઈઝમાં સાકાર થશે અને સ્પિરીચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગાર અવસર સાથે વોકલ ફોર લોકલ Vocal for local નો ધ્યેય પણ પાર પડી શકશે.

ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના દિશાદર્શનમાં 'આઈકોનિક પ્લેસ' તરીકે વિકસાવવામાં આવશે. એટલું જ નહિ, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કાર્યરત છે.

ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અંદાજિત ૪૫ દિવસ સુધી ચાલશે

પ્રવાસન વિભાગના સચિવ શ્રી ડૉ. રાજેન્દ્ર કુમારે મીડિયા સાથે Dharoi Adventure Fest એડવેન્ચર ફેસ્ટ અંગેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અંદાજિત ૪૫ દિવસ સુધી ચાલશે અને ફેસ્ટિવલમાં લેન્ડ બેઝડ, વોટર બેઝડ, એર બેઝડ એડવેન્ચર એક્ટિવિટીઝ પ્રવાસીઓને માણવા મળશે.

પ્રવાસીઓને રહેવા માટે ધરોઈ ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

કુલ ૨૧ વિવિઘ પ્રકારના ટેન્ટ તેમજ અંદાજિત ૧૦૦થી વધુ બેડની એસી ડોર્મિટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમ પ્રવાસન સચિવે જણાવ્યું હતું.

સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા   

આ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ Dharoi Adventure Fest ના ઉદ્ઘાટન પ્રસંગે અરવલ્લી-સાબરકાંઠાના સાંસદ શ્રી શોભનાબહેન બારૈયા, મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, પાટણના સાંસદ  ભરતસિંહ ડાભી, પૂર્વ મંત્રી અને ઇડરના ધારાસભ્ય  રમણલાલ વોરા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, ખેરાલુના ધારાસભ્ય  સરદારભાઈ ચૌધરી તથા 

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના એમ. ડી. શ્રી એસ.છાકછુઆક, સા બરકાંઠાના કલેકટર શ્રી લલિત નારાયણ સંધુ, મહેસાણાના કલેકટર શ્રી એસ.કે. પ્રજાપતિ, સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા શ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબહેન પટેલ સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dharoi Adventure Fest એડ્વેન્ચર ફેસ્ટનાં આકર્ષણો
Tags :
Astronomy campCM Bhupendra PatelDharoi Adventure Festhot air balloonMULUBHAI BERAParamotoringpm narendra modiRock climbingVocal for Local
Next Article