Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar: જ્યાં જુઓ ત્યાં બસ ખાડા જ ખાડા! બિસ્માર રસ્તાઓથી લોકો પરેશાન

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકો સહિત રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
surendranagar  જ્યાં જુઓ ત્યાં બસ ખાડા જ ખાડા   બિસ્માર રસ્તાઓથી લોકો પરેશાન
Advertisement
  1. આ રસ્તાઓના કારણે ચાલકો સહિત રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
  2. અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ નથી આપતા કોઈ જવાબ
  3. લોકોએ કહ્યું કે, ‘રસ્તામાં ખાડા છે કે પછી ખાડામાં રસ્તો છે’

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકો સહિત રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગણપતિ ફાટસર ચોકડીથી વઢવાણ તરફનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર તેમજ ઉબડ ખાબડ બની જતા વાહન ચાલકો સહિત લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે અંગે અનેક વખત તંત્રને રજુઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે રસ્તાનું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો: ચારેય તરફ ઘેરાયેલી સરકારે UCC લાગુ કરવા સમિતિ જાહેરાત કરી, કોંગ્રેસે કર્યા સરકાર પર આક્ષેપો

Advertisement

મસમોટા ખાડાઓ પડી જતાં વાહન ચાલકોને મુશ્કેલી

ખાસ કરીને વાત કરવામાં આવે તો, જોરાવરનગર અને વઢવાણને જોડતા મુખ્ય રસ્તા પર વાહનોની સૌથી વધુ અવરજવર રહે છે અને લોકો ટ્રાફિક થી બચવા આ રસ્તાનો વધુ ઉપયોગ કરે છે. ત્યારે છેલ્લા બે ત્રણ મહિનાથી ગણપતિ ફાટસર ચોકડીથી ઘરશાળા તેમજ વઢવાણ સુધીનો રસ્તો બિસ્માર બની ગયો છે અને રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી જતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તેમજ આ રસ્તા પરથી પસાર થતા વઢવાણ અને ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા અંદાજે 40,000 થી વધુ લોકોને બિસ્માર તેમજ ઉબડ ખાબડ રસ્તાને કારણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: UCC: ‘ગુજરાત સરકારના નિર્ણયને આવકારીએ છીએ’ UCC મુદ્દે ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહનું નિવેદન

માત્ર 03 થી 04 કિલોમીટરના બિસ્માર રસ્તાને કારણે લોકો પરેશાન

આ રસ્તા પર ખાડા જ એટલા છે કે લોકો પણ કહે છે કે રસ્તામાં ખાડા છે કે પછી ખાડામાં રસ્તો છે. આ રસ્તા પરથી ઘરશાળા, વિનય મંદિર સહિતની સ્કૂલો તેમજ વિજયનગર, શકિતનગર, ગણપતિ ફાટસર મંદિર જવાય છે તેમજ જોરાવરનગર થઈ સુરેન્દ્રનગર શહેર તરફ પણ જવાય છે, ત્યારે રસ્તા પર ખાડાઓને કારણે અકસ્માતના બનાવો પણ બને છે. માત્ર 03 થી 04 કિલોમીટરના બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકો, રહિશો, મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ તેમજ વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગર મનપા તંત્રના સતાધીશો દ્વારા બિસ્માર રસ્તાનું યોગ્ય અને ઝડપી રીપેરીંગ કરવામાં આવે અથવા નવો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×