Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli Letter Kand : દિલીપ સંઘાણીએ CM ને લખ્યો પત્ર, કહ્યું - HC નાં જજની અધ્યક્ષતામાં..!

હાઈકોર્ટનાં સીટિંગ અથવા નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ થાય તેવી માગ પણ તેમણે કરી છે.
amreli letter kand   દિલીપ સંઘાણીએ cm ને લખ્યો પત્ર  કહ્યું   hc નાં જજની અધ્યક્ષતામાં
Advertisement
  1. Amreli Letter Kand ને લઈને સૌથી મોટા સમાચાર
  2. દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી માગ
  3. હાઈકોર્ટનાં જજની અધ્યક્ષતામાં તપાસની કરી માગ
  4. દિલીપ સંઘાણીએ કહ્યું- હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર!

અમરેલી લેટરકાંડને (Amreli Letter Kand) લઈ સૌથી મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ભાજપ (BJP) નેતા દિલીપ સંઘાણીએ (Dileepbhai Sanghani) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે. અમરેલી લેટરકાંડ મામલે હાઈકોર્ટનાં (High Court) સીટિંગ અથવા નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ થાય તેવી માગ તેમણે કરી છે. કેસ સાથે જોડાયેલા લોકોનાં નાર્કો ટેસ્ટ કરવાની માગ પણ કરી છે સાથે જ એમ પણ કહ્યું કે, હું પણ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું.

આ પણ વાંચો - Mehsana : અનામત આંદોલન અંગે નીતિન પટેલનું બેબાક નિવેદન, કહ્યું - એડમિશન ન મળતું એટલે..!

Advertisement

હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસની કરી માગ

અમરેલી લેટરકાંડ (Amreli Letter Kand) મામલે હવે ભાજપ નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખ્યો છે અને માગ કરી કે આ કેસમાં હાઈકોર્ટનાં સીટિંગ અથવા નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે. પત્રમાં લખ્યું કે, પોલીસ કસ્ટડીમાં ભાજપનાં નેતાઓનું નામ આપવા અંગેનું મનિષભાઇ વઘાશિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આ બાબત અત્યંત ગંભીર કહી શકાય. અમરેલી પોલીસે (Amreli Police) પોતાની જાતે, પોલીસનાં કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીનાં કહેવાથી આ કાર્યવાહી કરી હોઈ શકે તેમ મારું માનવું છે. કોઈ સામાન્ય વ્યક્તિનાં ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે.

Advertisement

આ પણ વાંચો - Mehsana : હવે તો રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે : નીતિન પટેલ

હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું : દિલીપ સંઘાણી

દિલીપ સંઘાણીએ પત્રમાં આગળ લખ્યું કે, આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવાદેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ (Narco Tests) કરવા તૈયાર છું. તેમ જ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલી અન્ય 2-4 વ્યક્તિનાં પણ નાર્કો ટેસ્ટ થવા જોઇએ, જેથી હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે. આ સાથે દિલીપ સંઘાણીએ (Dileepbhai Sanghani) પત્રમાં આ કેસની તપાસ હાઈકોર્ટનાં સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા કરવામાં આવે તેવી માગ પણ કરી છે.

આ પણ વાંચો - Morbi : એવું તો શું થયું કે મોડી રાતે Congress અને AAP નાં નેતા-કાર્યકરો પોલીસ મથકે પહોંચ્યા

Tags :
Advertisement

.

×