ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dinu Bogha Solanki ના કલેક્ટર પર પ્રહાર, કહું-આ મોટો ભ્રષ્ટાચારી છે..!

કોડીનારમાં ભાજપની જીત બાદ પૂર્વ સાંસદે કલેકટરને લીધા આડેહાથ જાહેરસભામાં પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ કલેકટર સામે માંડ્યો મોરચો અમે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ મોરચો ખોલીશુંઃ દિનુભાઇ સોલંકી હજારો વર્ષ પહેલા મહમદ ગઝનવીએ સોમનાથને લૂંટયું હતુંઃ દિનુભાઇ સોલંકી આજે કલેકટર સોમનાથને લૂંટી...
06:34 PM Feb 18, 2025 IST | Hiren Dave
કોડીનારમાં ભાજપની જીત બાદ પૂર્વ સાંસદે કલેકટરને લીધા આડેહાથ જાહેરસભામાં પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ કલેકટર સામે માંડ્યો મોરચો અમે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ મોરચો ખોલીશુંઃ દિનુભાઇ સોલંકી હજારો વર્ષ પહેલા મહમદ ગઝનવીએ સોમનાથને લૂંટયું હતુંઃ દિનુભાઇ સોલંકી આજે કલેકટર સોમનાથને લૂંટી...
DinuSolanki

 

Dinu Bogha Solanki: તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથનાં કોડીનાર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થવા પામી હતી. જીત બાદ વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતુ. જે બાદ જાહેર સભા યોજવામાં આવી હતી. આ જાહેરસભામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ (Dinu Bogha Solanki)જાહેરસભામાં કલેક્ટરને ખખડાવ્યા હતાા.તેમજ કલેક્ટરને ખુલ્લો પડકાર ફેંકતા જાહેરસભામાં સોંપો પડી જવા પામ્યો હતો.

તારાથી થાય તે કરી લે કલેકટર,મારી પ્રજાને પીડાવા નહીં દઉંઃદિનુભાઈ સોલંકી

કોડીનારમાં ભાજપનાં ભવ્ય વિજય બાદ પૂર્વ સાંસદ દ્વારા જાહેરસભામાં કલેક્ટરને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. વિજય સરઘસ બાદ દિનુભાઈ સોલંકીએ જાહેરસભામાં કલેક્ટરને ખખડાવ્યા હતા.પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જીલ્લા કલેક્ટરને ખખડાવ્યા હતા.તેમજ દિનુ સોલંકીએ જાહેરસભામાં કહ્યું હતું કે અમે ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધ મોરચો ખોલીશું.પહેલા મહમદ ગઝનવીએ આપણાં સોમનાથને લૂંટ્યું અને હવે કલેક્ટર લૂંટે છે.

આ પણ  વાંચો -Sthanik Swaraj Election Result 2025: ફરી ભાજપનો ભગવો લહેરાયો,10 નપામાં ક્લિન સ્વીપ, કોંગ્રેસ-AAP નાં સૂપડા સાફ

ગુજરાત તેમજ કેન્દ્ર સરકારમાં પણ રજુઆત કરવાનો છું: દિનુભાઇ

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું નામ લઈને કહ્યું આ કલેક્ટર મોટો ભ્રષ્ટ્રાચારી છે.ગુજરાત અને કેન્દ્ર સરકારમાં પણ હું રજૂઆત કરવાનો છું.તારાથી થાય તે કરી લે કલેક્ટર, પણ મારી પ્રજાને પીડાવા નહી દઉ. દિનુભાઈએ આકરા શબ્દોમાં કલેક્ટરને ખખડાવ્યા જાહેરસભામાં થોડ સમય માટે સોંપો પડી જવા પામ્યો હતો.

આ પણ  વાંચો -Gondal : સુલતાનપુર પેટા ચૂંટણીમાં BJP નાં ઉમેદવારનો 2263 મતથી ભવ્ય વિજય

તારાથી થાય તે કરી લે કલેકટર, મારી પ્રજાને પીડાવા નહીં દઉંઃ દિનુભાઇ

ગીર સોમનાથ કોડીનારની નગર પાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા પર ભાજપ ઉમેદવારે આક્ષેપ કર્યો છે. વહીવટી તંત્ર પર મિલીભગતનાં આક્ષેપ લગાવ્યા છે. 24 કલાક બાદ પણ ફરિયાદ અંગે કોઈ પગલા લીધા ન હતા. કોંગ્રેસનાં નેતા માનસિંગ ડોડિયા પર આક્ષેપ લગાવ્યા હતા. ચૂંટણી અધિકારીની પરવાનગી વિના બુથમાં ફરી રહ્યા હતા.જે બાબતે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરવા છતાં ચૂંટણી પંચનાં આંખ મિચામણા કરે છે.

Tags :
BigBreakingBJPcollectorDinu SolankiDinuSolankiGir Somnath NewsGujaratGujaratFirstKodinarlocal body election results
Next Article