ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal અને જામકંડોરણામાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં અનિડા-ભાલોડી ગામ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
11:30 PM Mar 01, 2025 IST | Vipul Sen
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં અનિડા-ભાલોડી ગામ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
Gondal_Gujarat_first 1
  1. જામકંડોરણા અને ગોંડલ તાલુકા ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
  2. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં આયોજન, ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા
  3. 238 લાભાર્થીઓને કુલ રૂ. 43 લાખથી વધુનાં 430 સાધનોનો લાભ અપાયો

ભારત સરકારનાં શ્રમ અને રોજગાર, યુવા બાબત, રમતગમત વિભાગનાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં જામકંડોરણા અને ગોંડલ તાલુકાનાં અનિડા-ભાલોડી ગામ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને કેમ્પ જિલ્લા વહીવટી તંત્ર અંતર્ગત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા એલિમ્કોનાં સહયોગથી CSR ફંડ હેઠળ યોજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Kutch : માતા-પુત્રના સંબંધ પર કલંક! 55 વર્ષીય પુત્રે જ 80 વર્ષીય માતા પર દુષ્કર્મ આચર્યું

કુલ 238 લાભાર્થીઓને કુલ રૂ. 43 લાખથી વધુનાં 430 સાધનો અપાયા

આજે એટલે કે 1 લી માર્ચનાં રોજ જામકંડોરણામાં સાંસ્કૃતિક ભવન ખાતે ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં આયોજિત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પમાં 128 લાભાર્થીઓને 20.53 લાખનાં કુલ 235 સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ જ ગોંડલ તાલુકાનાં અનિડા-ભાલોડી ગામ ખાતે યોજાયેલા સેવા-સેતુ કાર્યક્રમ અન્વયે 110 લાભાર્થીઓને રૂ. 22.57 લાખનાં કુલ 195 સાધનો આપવામાં આવ્યા હતાં. આમ, કુલ 238 લાભાર્થીઓને કુલ રૂ. 43 લાખથી વધુનાં 430 સાધનો આપવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો - GSCARDB : ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિ. દ્વારા ઇન્ડક્શન તાલીમ-આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી

ટ્રાઈસિકલ, વ્હીલચેર, સ્માર્ટફોન, ફોલ્ડીંગ સ્ટીક સહિતનાં ઉપકરણો અપાયા

આ તકે કેન્દ્રીય મંત્રીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં દિવ્યાંગોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અહીં દિવ્યાંગોને અસ્થિ વિષયક ખામી, સાંભળવાની ક્ષતિ, અંધત્વ, સેરેબ્રલ પાલ્સી કેટેગરીનાં દિવ્યાંગ લાભાર્થીઓને જરૂરિયાત મુજબ ટ્રાઈસિકલ, વ્હીલચેર, સ્માર્ટફોન, ફોલ્ડીંગ સ્ટીક સહિતનાં સહાયક ઉપકરણો આપવામાં આવ્યા હતાં. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Ahmedabad : ખાખી વર્દી પહેરી બસચાલક સાથે અભદ્ર વર્તન કરનાર પોલીસકર્મીને કડક સજા!

Tags :
Anandu Suresh GovindAnida-Bhalodi villageCSR FundCultural BhavanDr. Mansukh MandaviyaGondalGUJARAT FIRST NEWSJamkandoranaMLA JAYESH RADADIYAPGVCLPrabhav JoshiPraveenaben RanganiTop Gujarati News
Next Article