Swaminarayan Gokuldham : નાર ખાતે સેવા, સંવેદના અને સ્વાવલંબનનો મહોત્સવ, દિવ્યાંગજન સહાય વિતરણ
- Swaminarayan Gokuldham, નાર ખાતે દિવ્યાંગજન સહાય વિતરણ સમારોહ
- 628 દિવ્યાંગજન લાભાર્થીઓને નિઃશુલ્ક વિતરણ
- મોટરાઈઝ્ડ ટ્રાઈસાયકલ,વ્હીલચેર , સ્માર્ટફોન સહિતનાં ઉપકરણો અપાયા
- વિકાસની સાચી કિરણો ત્યારે પ્રકાશિત થાય, જ્યારે દરેક વર્ગ તેની ઝળહળમાં જોડાય :સાધુ શુકદેવપ્રસાદદાસજી
Swaminarayan Gokuldham : માનવતા, સેવા અને સામાજિક જવાબદારીનાં આદર્શ રૂપે, રુરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડની (REC) નિગમિત સામાજિક જવાબદારી (CSR) યોજના હેઠળ, જિલ્લા વહીવટીતંત્ર આનંદ અને સ્વામિનારાયણ ગોકુલધામ, નારનાં સંયુક્ત ઉપક્રમે આજે 12 ઑક્ટોબર, 2025 નાં રોજ દિવ્યાંગજન માટેનાં નિઃશુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
628 દિવ્યાંગજન લાભાર્થીઓને 871 સહાયક ઉપકરણો નિઃશુલ્ક વિતરણ
આ કાર્યક્રમમાં આનંદ જિલ્લાનાં 628 દિવ્યાંગજન લાભાર્થીઓને 871 સહાયક ઉપકરણો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે રમણભાઈ સોલંકી, અતિથિ વિશેષ તરીકે હસમુખભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, સોજિત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, પેટલાદ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, કેડીસી બેંકનાં ચેરમેન રાજેશભાઈ, આણંદ જિલ્લાનાં કલેક્ટર પ્રવિણભાઈ ચૌઘરી, હેમંત જયંતીલાલ શાહ (મુખ્ય મહાપ્રબંધક, REC લિમિટેડ), મયંક ત્રિવેદી (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી), મૃદુલ અવસ્થિ (કનિષ્ઠ પ્રબંધક, એલિમ્કો, ઉજ્જૈન), બિપીનચંદ્ર પી. પટેલ તથા અન્ય પ્રતિષ્ઠિત સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોટરાઈઝ્ડ ટ્રાઈસાયકલ,વ્હીલચેર , સ્માર્ટફોન સહિતનાં ઉપકરણો અપાયા
આ પાવન પ્રસંગે પ.પૂ.ધ.ધૂ 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદદાસજી સ્વામી (Rakesh Prasad Dasji Swami), ગુરુવર્ય મોહનસ્વામી, દેવપ્રકાશદાસજી સ્વામી, નૌતમપ્રકાશદાસજી સ્વામી, હરિપ્રકાશદાસજી સ્વામી, શુકદેવપ્રસાદદાસજી સ્વામી, હરિકેશવદાસજી સ્વામીજીની પાવન ઉપસ્થિતિએ સમારોહને આધ્યાત્મિક મહિમા અને પ્રેરણાદાયી ઊર્જાથી ઉજ્જવળ બનાવી દીધો હતો. આ વિતરણ સમારોહમાં એલિમ્કો (Alimco) દ્વારા તૈયાર કરાયેલા આધુનિક તથા ઉચ્ચ ગુણવત્તાવાળા સહાયક ઉપકરણો, જેમાં મોટરાઈઝ્ડ ટ્રાઈસાયકલ, ટ્રાઈસાઇકલ, વ્હીલચેર , ઇલેક્ટ્રિક વ્હીલચેર, CP ચેર, કાનની મશીન, T.L.M. કિટ (વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે), રોલેટર, સ્માર્ટફોન, સુગમ્ય કેન, વોકર 628 દિવ્યાંગ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ ગોકુલધામ (Swaminarayan Gokuldham), નારની પવિત્રધરા પર યોજાયેલ આ સેવા મહોત્સવ માત્ર ઉપકરણ વિતરણ પૂરતો નહોતો, પરંતુ એ માનવતા, સહકાર અને સ્વાવલંબનની ઉજવણી સમાન હતો.
આ પણ વાંચો - Gujarat First નો પોષણ પ્રેરિત કોન્કલેવ, ગાંધીનગરના મેયર અને અમદાવાદના ધારાસભ્ય જોડાયા
વિકાસની કિરણો ત્યારે પ્રકાશિત થાય, જ્યારે દરેક વર્ગ તેની ઝળહળમાં જોડાય : સાધુ શુકદેવપ્રસાદદાસજી
ગોકુલધામના સ્વપ્નદ્રષ્ટ્રા સાધુ શુકદેવપ્રસાદદાસજીએ આ પવિત્ર પ્રસંગ દ્વારા એ સંદેશ આપ્યો કે, “વિકાસની સાચી કિરણો ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે સમાજનો દરેક વર્ગ તેની ઝળહળમાં જોડાય.” કાર્યક્રમના અંતે પૂજ્ય સંતો, માનનીય અતિથિગણ અને સમાજશ્રેષ્ઠીઓએ આર.ઈ.સી. લિમિટેડ તથા એલિમ્કો દ્વારા કરાયેલ આ માનવતાભર્યા કાર્યની હૃદયપૂર્વક પ્રશંસા કરી તથા દિવ્યાંગજનનાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી।
આ પણ વાંચો - Gujarat First નો પોષણ પ્રેરિત કોન્કલેવ, ગાંધીનગરના ધારાસભ્ય, સમાજ સેવિકા અને નિષ્ણાંત તબીબ જોડાયા


