Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતના પાંડેસરા વિસ્તારમાં તબીબ પર કરાયો હુમલો, બાળકને દાખલ કરવાના મામલે વાલીએ માર્યા લાફા

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે. બાળકને દાખલ કરવાના મામલે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો
સુરતના પાંડેસરા વિસ્તારમાં તબીબ પર કરાયો હુમલો  બાળકને દાખલ કરવાના મામલે વાલીએ માર્યા લાફા
Advertisement
  • Surat ના પાંડેસરા વિસ્તાર માં તબીબ પર હુમલો
  • ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં દર્દીના સંબંધીએ હોબાળો મચાવ્યો
  • ડોક્ટરની ચેમ્બરમાં ઘુસી તબીબને માર્યા લાફા
  • બાળકને દાખલ કરવાનું કહેતા વાલીએ હુમલો કર્યો
  • તબીબ પર અપશબ્દો બોલવાનો આરોપ મૂકી માર માર્યો
  • સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે. બાળકને દાખલ કરવાના મામલે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. આ સંદર્ભે બાળકના સંબધીઓએ હોસ્પિટલને માથે લીધી હતી અને ભારે બબાલ કરી હતી. બાળકના વાલીએ ડૉકટરના ચેમ્બરમાં ઘૂસીને તબીબને લાફા માર્યા હતા.આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તબીબે પોલીસ ફરિયાદ કરતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

Surat ના પાંડેસરા વિસ્તાર માં તબીબ પર હુમલો કરાયો

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરામાં આવેલ ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકને દાખલ કરવાની બાબતે ભારે બબાલ થઇ હતી. સંબધિત સહિત બાળકના વાલીએ હોબાળો મચાવ્યો હતો, ડૉકટરના ચેમ્બરમાં ઘૂસીને વાલીએ ડોકટરને લાફા માર્યા હતા અને તબીબ પર અપશબ્દો બોલવાનો આરોપ લગાવીને ઢોર માર માર્યા હતા. આ સમગ્ર ઘટનાનો CCTV ફૂટેજ સામે આવ્યા છે.

Advertisement

Surat ના પાંડેસરા વિસ્તાર માં તબીબ પર હુમલા મામલે પોલીસે તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે આ તબીબને વાલીએ માર મારતા તબીબે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ CCTV અને ફરિયાદના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. એક બાળકના વાલીએ તબીબ પર હુમલો કરીને હોબાળો મચાવ્યો. ડોક્ટરની ચેમ્બરમાં ઘુસીને વાલીએ તબીબને લાફા માર્યા. આ ઘટના સમગ્ર રીતે CCTVમાં કેપ્ચર થઈ ગઈ છે.

Advertisement

આ પણ વાંચો:  સોપારીબાજ બિલ્ડર મનુ જેકીએ હત્યાનો પુરાવો માગ્યો તો હત્યારાઓએ વીડિયો Whatsapp કરી દીધો, પોલીસને સજ્જડ પુરાવો મળ્યો

Tags :
Advertisement

.

×