ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત Dr. Babasaheb Ambedkar Open University માં ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ

Dr. Babasaheb Ambedkar Open University નું પરિસર દેશભક્તિમય વાતાવરણથી ગૂંજી ઉઠ્યું, પ્રો. ડૉ. અમીબહેનના માર્ગદર્શન હેઠળ તિરંગાયાત્રા યોજાઇ
07:34 PM Aug 14, 2025 IST | Mustak Malek
Dr. Babasaheb Ambedkar Open University નું પરિસર દેશભક્તિમય વાતાવરણથી ગૂંજી ઉઠ્યું, પ્રો. ડૉ. અમીબહેનના માર્ગદર્શન હેઠળ તિરંગાયાત્રા યોજાઇ
Babasaheb Ambedkar Open University

રાષ્ટ્રીય સ્વતંત્રતાપર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન "તિરંગાયાત્રા" કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ વર્ષે "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ'ની થીમ પર ઉજવણી કરવાનું ભારત સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે "હર ઘર તિરંગા" અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પણ વિશાળ તિરંગાયાત્રા યોજાઈ હતી.

Dr. Babasaheb Ambedkar Open University ના ડૉ. અમીબહેન ઉપાધ્યાયજીના નેજા હેઠળ યોજાઇ

ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં માનનીય કુલપતિશ્રી પ્રો. ડૉ. અમીબહેન ઉપાધ્યાયજીના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ. યુનિવર્સિટીના પરિસર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ પાસેથી યુનિવર્સિટી વિસ્તારમાં તિરંગાયાત્રા યોજાઈ હતી. જેમાં 'વંદે માતરમ્' અને 'ભારત માતા કી જય'ના નારાથી સંપૂર્ણ વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. ''હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતાનો ઉત્સવ, સ્વચ્છતા સાથે'ની થીમ પર યોજાયેલી આ તિરંગાયાત્રામાં સમગ્ર યુનિવર્સિટીના પરિવારનાં કર્મચારીઓ સહિત મોટી  સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહીને જોડાયા હતા.

આ પણ  વાંચો: 79th Independence Day : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Tags :
AhemdabadBabasaheb Ambedkar Open University NEWSDr. Babasaheb Ambedkar Open UniversityGujarat FirstTiranga Yatra
Next Article