કરોડોના કોકેઇન સાથે ઝડપાયેલા આરોપી ફરાર, PSI સહિત 4 સસ્પેન્ડ
- પંજાબમાં પોલીસની નજર સામે ભાગ્યા આરોપી
- કરોડોના ડ્રગ્સ કાંડ મામલે તપાસમાં ગઇ હતી પોલીસ
- પોલીસ ટાયર બદલતી રહી અને આરોપીઓ થઇ ગયા ગુમ
Kutch : સમખીયાળીમાં બે અઠવાડીયા પહેલા જ કરોડો રૂપિયાના કોકેઇન કેસમાં ઝડપાયેલા બે આરોપીઓ પોલીસના જાપ્તામાંથી ફરાર થઇ ગયા હતા. કોકેઇનના આરોપીઓ પંજાબમાં ફરાર થઇ જતા કચ્છ પોલીસ પર ફરી એકવાર સવાલો ઉભા થઇ રહ્યા છે. હાલ તો સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે. ઉપરાંત સ્થાનિક પોલીસની મદદ લઇને કચ્છ પોલીસને સ્થાનિક રીતે તપાસ કરીને બંન્ને આરોપીઓને ફરી પકડી લેવા માટે ધમપછાડા કરી રહી છે.
આ પણ વાંચો : RAJKOT માં TRP ગેમઝોનકાંડ કરતા પણ મોટો કાંડ! ફરી એકવાર ઢાંકપીછોડાના પ્રયાસો
કરોડો રૂપિયાના ડ્રગ્સના આરોપીઓ પોલીસ પકડમાંથી ફરાર
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પૂર્વ કચ્છની પોલીસ દ્વારા કરોડો રૂપિયાના કોકેઇન સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ સમગ્ર મામલે તપાસ ચાલુ કરી હતી. આ તપાસ માટે આરોપીઓને પંજાબ લઇ જવામાં આવ્યા હતા. ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું કઇ રીતે તે લોકો ગુજરાતમાં લાવ્યા હતા વગેરે પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી હતી. જેના કારણે બે મહિલા આરોપી અને બે પુરુષ આરોપીઓ પૈકી બંન્ને પુરુષ આરોપીઓને સાથે લઇને પોલીસ પંજાબમાં તપાસ કરવા માટે ગઇ હતી.
આ પણ વાંચો : મહેસાણામાં ગર્ભ પરીક્ષણ મિશન માટે ટાર્ગેટ આપ્યો જિલ્લા અધિકારીએ!
સમખીયાળી પોલીસ આરોપીઓ સાથે પરત આવી રહી હતી
સમખીયાળી પોલીસ અને બંન્ને આરોપીઓ જ્યારે પંજાબથી પરત કચ્છ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પંચર પડ્યું હતું. જેના કારણે પોલીસ કર્મચારીઓ ટાયર બદલવા સહિતની ગતિવિધિમાં મગ્ન થયા હતા. જેનો ફાયદો ઉઠાવીને બંન્ને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જેના કારણે પોલીસ માટે ફરી એકવાર શરમજનક સ્થિતિ પેદા થઇ છે. તો બીજી તરફ પોલીસની મંશા સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે.
આ પણ વાંચો : રાજસ્થાનના CM ભજનલાલ શર્માના કાફલાનો ભયાનક અકસ્માત! 9 ઘાયલ, 2 ICU માં દાખલ
1.47 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા હતા આરોપી
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના સમખીયાળીમાં 1.47 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ લઇને ચાર લોકો ઘુસી રહ્યા હોવાની SOG ને બાતમી મળી હતી. જેથી પૂર્વ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચારેય આરોપીઓને કરોડોના ડ્રગ્સ સાથે કચ્છ બોર્ડર પર પ્રવેશ કરતાની સાથે જ ઝડપી લેવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાનું કોકેઇન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે સમખીયાળી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતો.
SP દ્વારા કરવામાં આવી કડક કાર્યવાહી
સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સુધી રેલો પહોંચતા હવે કડક અને દાખલારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા તમામ જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલા લેવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ PSI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ પોલીસ કોન્સ્ટેબલની હેડ ક્વાર્ટર ખાતે બદલીઓ કરી નાખવામાં આવી છે. આ ઉપરાંત આરોપીઓ કઇ સ્થિતિમાં ફરાર થયા તે તમામ બાબતો પર તપાસ કરવા માટે એક અલગ ટીમની પણ રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો : ભાવનગરમાં વિકાસના પોકળ દાવા, ભ્રષ્ટાચાર પાણીની ટાંકી તોડીને આવ્યો સામે