Vadodara માં નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત, બુલેટચાલકને ગંભીર ઈજા
- વડોદરા (Vadodara) શહેરમાં ફરી એક નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
- કાર ચાલકે બુલેટ ચાલકને લીધો અડફેટે
- આજવા રોડ પર આવેલ હરિ ટાઉનશિપ પાસે નો બનાવ
- બુલેટ ચાલકને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
- સ્થાનિકોએ ગાડી ચેક કરતા દારૂની બોટલો પણ મળી આવી
- પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પહોંચી કાર્યવાહી હાથ ધરી
Vadodara: વડોદરા (Vadodara) શહેરમાં ફરી એકવાર નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જીને લોકોમાં રોષ ફેલાવ્યો છે. મંગળવારે મોડી રાત્રે આજવા રોડ પર આવેલી હરિ ટાઉનશિપ પાસે ઝડપથી આવતી કારે બુલેટ મોટરસાઈકલને જોરદાર અડફેટે લીધી હતી. આ અથડામણથી બુલેટચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
vadodara માં નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત
આ ઘટના બાદ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. તેમણે કારની તપાસ કરતાં વાહનમાંથી દારૂની અનેક ખાલી તેમજ અડધી ભરેલી બોટલો મળી આવી હતી. આ જોઈને લોકોમાં આક્રોશ વધ્યો અને કારચાલકને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો. કારચાલક નશાની હાલતમાં હોવાથી બોલવામાં પણ તકલીફ પડી રહી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
સમાચાર મળતાં જ વાઘોડિયા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત કારને જપ્ત કરી કેસ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.આ પ્રકારની ઘટનાઓથી વડોદરામાં દારૂ પીને વાહન ચલાવવાની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. લોકોમાં પોલીસ તંત્ર સામે રોષ વ્યક્ત થઈ રહ્યો છે કે આવા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો: રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ ખૂબ સતર્ક


