Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા  બાંદ્રા- મહુવા ટ્રેનને બોટાદ થોભાવી દેવાઇ

અહેવાલ- ગજેન્દ્ર ખાચર, બોટાદ  લીલીયા- દામનગર વચ્ચે ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા બાંદ્રા- મહુવા ટ્રેનને બોટાદ થભાવી દેવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા મુસાફરો માટે એસટી બસની વ્યવસ્થા  કરાઈ હતી. ટ્રેનમાં આશરે 700 જેટલા મુસાફરો હતા....
રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા  બાંદ્રા  મહુવા ટ્રેનને બોટાદ થોભાવી દેવાઇ
Advertisement
અહેવાલ- ગજેન્દ્ર ખાચર, બોટાદ 
લીલીયા- દામનગર વચ્ચે ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા બાંદ્રા- મહુવા ટ્રેનને બોટાદ થભાવી દેવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા મુસાફરો માટે એસટી બસની વ્યવસ્થા  કરાઈ હતી. ટ્રેનમાં આશરે 700 જેટલા મુસાફરો હતા.
રેલેવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યાં 
સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. અનેક જિલ્લામાં પાણી ભરાઇ ગયા છે તથા રોડ રસ્તાનું ધોવાણ થયું છે અને વાહન વ્યવહાર ઉપર અસર પડી છે.ત્યારે અમરેલી જિલ્લામાં પડેલ ધોધમાર વરસાદના કારણે લીલીયા દામનગર વચ્ચે રેલેવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યાં હતા
મુસાફરો માટે વ્યવસ્થા કરાઇ 
રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા બાંદ્રા થી મહુવા જતી ટ્રેનને બોટાદ થોભાવી દેવાઇ હતી. ટ્રેનમાં આશરે 700 જેટલા મુસાફરો હતા તે તમામને ઉતારી દઇ  મહુવા જતા તમામ મુસાફરો માટે એસટી બસ ની વ્યવસ્થા કરવામાં આવી હતી .તેમજ ધોળા અને  ભાવનગર જતા મુસાફરો માટે અન્ય લોકલ ટ્રેન મારફતે તેમને ધોળા અને  ભાવનગર રવાના કરવામાં આવ્યા હતા.
Tags :
Advertisement

.

×