Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ‘ડમી શાળાઓ બંધ કરાવો’, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યનો મુખ્યમંત્રીને પત્ર

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ પ્રકારની ડમી શાળાઓની તપાસ કરવી કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.
gujarat  ‘ડમી શાળાઓ બંધ કરાવો’  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યનો મુખ્યમંત્રીને પત્ર
Advertisement
  1. માત્ર કાગળ પર ચાલતી શાળાઓ પર કાર્યવાહી કરવા કરાઈ માંગ
  2. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કરવામાં આવી રજૂઆત
  3. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ પત્ર લખીને ધ્યાન દોરવામાં આવ્યું

Gujarat: રાજ્યમાં ફરી એકવાર ડમી શાળાનું ભૂત ધૂણ્યું છે. એટલે કે માત્ર કાગળ પર વિદ્યાર્થીઓની હાજરી હોય તેવી શાળાઓ મામલે તપાસ કરવા માટેની માંગ કરાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય અને શિક્ષણવિદ પ્રિય વદન કોરાટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ પ્રકારની ડમી શાળાઓની તપાસ કરવી કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કાર્યવાહી કરવા માંગ

ગુજરાત સહિત દેશભરમાં મેડિકલ અને એન્જિનિયરિંગની શ્રેષ્ઠ કોલેજમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા ના કારણે કોચિંગ ક્લાસીસનું દુષણ દિવસેને ફૂલ્યું ફાલ્યું છે. જેના કારણે પરંપરાગત શાળાઓ અને તેમાંય ખાસ ગ્રાન્ટેડ શાળાઓ મરણ પથારીએ આવીને ઊભી રહી છે. મતલબ કે ગ્રાન્ટેડ શાળાઓનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. કેમ કે, જે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરવા જોઈએ તે વિદ્યાર્થીઓની હાજરી શાળામાં પૂરાતી હોય પરંતુ શિક્ષણ ખાનગી કોચિંગ ક્લાસીસમાં મેળવતા હોય છે.

Advertisement

માત્ર કાગળ પર ચાલતી શાળાઓ પર કાર્યવાહી ક્યારે થશે?

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ - 10ની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ મોટા શહેરોમાં આવા ઉચ્ચ અભ્યાસ માટેના કોચિંગ ક્લાસ ધોરણ - 11થી જ શરૂ થાય છે. માટે IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ધોરણ - 10 પાસ કર્યા બાદ સીધા કોચિંગ ક્લાસમાં જ પ્રવેશ મેળવે છે. અને આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં ધોરણ - 11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવવા માટે તોતિંગ ફી ભરે છે. આવી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે.

Advertisement

આ પણ વાંચો: Operation Asur: શરાબના બેખૌફ સોદાગરો અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો

રાજ્યના કેટલાય સ્થાન પર ધમધમી રહી છે ડમી શાળાઓ

મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ પત્ર લખીને ધ્યાન દોરવામાં આવ્યું છે કે, કેટલીક ડમી શાળાઓ ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા માટેનું કેન્દ્ર પોતાની શાળામાં મંજૂર કરાવી, વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લીધા વગર પાસ કરી દેવામાં આવે છે. જેથી ગુજરાતના શિક્ષણ જગતને લાંબા ગાળાનું નુકસાન થઈ રહ્યું છે. થોડા સમય પહેલા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો અને તપાસના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ હજુ પણ રાજ્યના કેટલાય સ્થાન પર આ પ્રકારે ડમી શાળાઓ ધમધમી રહી છે. જે વર્તમાન શિક્ષણ પ્રથા માટે મોટો પડકાર છે.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો: વાહ અમદાવાદ! ઔડાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, રસ્તાને દિવાલથી જોડવા 80 કરોડના ખર્ચે બનાવ્યો બ્રિજ

Tags :
Advertisement

.

×