Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwarka : રાવળા તળાવ નજીક કોમર્શિયલ બાંધકામ, ગોરીંજા ગામ પાસે 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ દૂર કરાયા

બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોરિંજા ગામ (Gorinja village) પાસે 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ પણ દૂર કરાયું છે.
dwarka   રાવળા તળાવ નજીક કોમર્શિયલ બાંધકામ  ગોરીંજા ગામ પાસે 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ દૂર કરાયા
Advertisement
  1. દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર (Devbhoomi Dwarka)
  2. રાવળા તળાવ નજીક કોમર્શિયલ બાંધકામ તોડી પડાયું
  3. યાત્રિકોને ઉતારો આપવા સરકારી જમીન પર બનાવ્યું ભવન
  4. ગોરિંજા ગામ પાસે 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ દૂર કરાયું

Devbhoomi Dwarka : દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસરનાં દબાણો સામે તંત્રે કડક વલણ અપનાવ્યું છે. આ ઝુંબેશ હેઠળ રાવળા તળાવ (Ravla Lake) નજીક કરવામાં આવેલ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. યાત્રિકોને ઉતારો આપવા માટે સરકારી જમીન પર ભવન બનાવવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા આપવામાં આવેલ નોટિસનો સમય પૂર્ણ થતાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોરિંજા ગામ (Gorinja village) પાસે 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ પણ દૂર કરાયું છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો  -Gujarat માં રજિસ્ટર્ડ રોકાણકારોનો આંકડો 1 કરોડને પાર થયો, દેશનું 3જુ રાજ્ય બન્યું

યાત્રિકોને ઉતારો આપવા સરકારી જમીન પર ભવન બનાવ્યું

દેવભૂમિક દ્વારકામાં (Devbhoomi Dwarka) ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવા તંત્ર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે હેઠળ ડિમોલિશનની (Demolition) કામગીરી કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર, દ્વારકામાં રાવળા તળાવ નજીક સરકાર જમીન પર ગેરકાયદેસરનું કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું. યાત્રિકોને ઉતારો આપવા માટે આ ભવન બનાવવામાં આવ્યું હતું. જો કે, આ ભવન ગેરકાયદેસર હોવાથી અગાઉ તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી.

આ પણ વાંચો  -Surat : ખાડીપૂર બાદ 'ખાડા'નાં સામ્રાજ્ય સામે અનોખો વિરોધ! કોંગ્રેસનાં નેતાઓ-કાર્યકરો ગરબે ઘૂમ્યા, નાચ્યા

ગોરિંજા ગામ પાસે 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ દૂર કરાયું

તંત્ર દ્વારા પાઠવવામાં આવેલ નોટિસનો સમય પૂર્ણ થતાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. બીજી તરફ ગોરિંજા ગામ (Gorinja village) પાસે 25 વર્ષ જૂનું ગેરકાયદે ધાર્મિક દબાણ પણ તોડી પડાયું છે. દરિયા કિનારે આવેલી સરકારી જમીન પરનું આ દબાણ તંત્ર દ્વારા દૂર કરાયું છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો  -Amit Khunt Case : CCTV જમા કરાવવા કોર્ટનો આદેશ, પોલીસે આપ્યો ચોંકાવનારો જવાબ!

Tags :
Advertisement

.

×