Earthquake: રાજ્યના અનેક જિલ્લામાં ભૂકંપથી ધરા ધણધણી ઉઠી, પાટણથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર
- અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં આંચકાનો અનુભવ
- બનાસકાંઠા, મહેસાણામાં પણ આંચકાનો અનુભવ
- ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ આંચકાનો અનુભવ
- સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નહીં
Earthquake: આજે રાત્રે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભૂકંપ (Earthquake)ના આંચકાઓના આંચકા અનુભવાયા છે. લગભગ સાડા દસ વાગ્યા આસપાસ આવેલ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 નોંધાઈ. પાટણથી 13 કિલોમીટર દૂર ભૂકંપ (Earthquake)નું એપી સેન્ટર હતું. આના કારણે અમદાવાદ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા અને બાનાસકાંઠા સહિત અન્ય વિસ્તારોમાં પણ આંચકાનો અનુભવ થયો. આંચકો એટલો તીવ્ર હતો કે લોકો ઘણી જગ્યાએ ઘરો બહાર નીકળી આવ્યા, અને સમગ્ર રાજ્યમાં 10 સેકન્ડ સુધી આ ધરા ધ્રૂજ્યાનો અનુભવ થયો હતો.
ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ આંચકાનો અનુભવ
નોંધનીય છે કે, આર્થિક નુકસાન કે જાનહાનિના કોઈ સમાચાર ન મળ્યા નથી. પાટણ, વિસનગર, વડનગર, ચાણસ્મા, પાલનપુર, ખેરાલું, હારીજ, વિજાપુર, માંડલ, ડીસા, છલા, ગાંધીનગર અને હિંમતનગર આંચકાનો અનુભવ થયો હતો. રાધનપુર, સાણંદ, દહેગામ, અમદાવાદ, ખેડબ્રહ્મા, ધાનેરા, આબુરોડ, થરાદ, મોડાસા, મહેમદાવાદ, કપડવંજ, ધોળકા, ધાંગધ્રા, નડિયાદ, સુરેન્દ્રનગર, આણંદ, પેટલાદ, બોરસદ, ખંભાત, ગોધરા આંચકાનો અનુભવાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદ અને બનાસકાંઠા સહિત પાટણમાં અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો ક્યા નોંધાયું કેન્દ્રબિંદુ?
બનાસકાંઠા અને પાટણમાં પણ ભૂકંપની અસર
વધુમાં વાત કરવામાં આવે તો, ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં પણ ભૂકંપ (Earthquake)ની અસર અનુભવાઈ છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ છે. આ સાથે ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરવામાં આવે તો, જોધપુરથી 98 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. નોંધનીય છે કે, રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો કે, જાનમાનની નુકસાનીના કોઈ સમાચાર સામે આવ્યાં નથી.
આ પણ વાંચો: એક પરિવારના 9 સભ્યોની ગેંગે રાજ્યભરમાં આચર્યા 11 ગુનાઓ, આખરે પોલીસે કર્યો પર્દાફાશ અને...