ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Diu: હેવાનની જેમ લાચાર વૃદ્ધા પર તૂટી પડ્યો ઈસમ, ઘટનાનો વીડિયો થયો વાયરલ

વૃદ્ધાને માર મારનારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ સામાન્ય બોલાચાલી બાદ ઈમસની દાદાગીરી સીસીટીવી સામે આવતા પોલીસ તપાસની માગ Diu: એક તરફ લોકો સેવા કરી રહ્યા છે. પરંતુ ઘણી વખત માનવતાને શરમાવે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. ખાસ કરીને વાત...
10:33 PM Aug 02, 2024 IST | VIMAL PRAJAPATI
વૃદ્ધાને માર મારનારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ સામાન્ય બોલાચાલી બાદ ઈમસની દાદાગીરી સીસીટીવી સામે આવતા પોલીસ તપાસની માગ Diu: એક તરફ લોકો સેવા કરી રહ્યા છે. પરંતુ ઘણી વખત માનવતાને શરમાવે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. ખાસ કરીને વાત...
Diu News
  1. વૃદ્ધાને માર મારનારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ
  2. સામાન્ય બોલાચાલી બાદ ઈમસની દાદાગીરી
  3. સીસીટીવી સામે આવતા પોલીસ તપાસની માગ

Diu: એક તરફ લોકો સેવા કરી રહ્યા છે. પરંતુ ઘણી વખત માનવતાને શરમાવે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દીવ (Diu)માં એખ વૃદ્ધાને માર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો માનવતાને નેવે મુકતા વ્યક્તિનો છે. અત્યારે તો ભૂખ્યાને ભોજન આપવા માટે લોકો લાખો કરોડોનું દાન કરતા હોય છે પરંતુ અહીં વાયરલ થયેલા વીડિયો પ્રમાણે લાકડી અને થપ્પડથી વૃદ્ધાને ઢોર માર મરાયો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Chhotaudepur: આદિવાસીઓમાં દિવાસાના તહેવારની ભારે આસ્થાભેર ઉજવણી, પ્રથા એવી કે...

હેવાનની જેમ ઈસમ એક લાચાર વૃદ્ધા પર તૂટી પડ્યો

નોંધનીય છે કે, હેવાનની જેમ ઈસમ એક લાચાર વૃદ્ધા પર તૂટી પડ્યો હતો. જેનો વીડિયો અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે. દીવ (Diu)ની આ ઘટનાના સીસીટીવી અત્યારે સામે આવ્યા છે. વૃદ્ધાને માર મારનારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આમ જોવા જઈએ તો, આ વીડિયો હેવાનિયત અને માનવતાને નેવે મુકે તેવો છે. આ વીડિયો પર અત્યારે કેટલાય લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી અને ઘટનાને વખોડી કાઢી છે.

આ પણ વાંચો: Gondal: ડૉક્ટર વિના હોસ્પિટલ શું કામની? દવા કરાવવા આવ્યા તો ખબર પડી કે, ‘સાહેબ તો છે જ નહીં’

ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ તપાસની માંગ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સામાન્ય બોલાચાલી બાદ ઈમસની દાદાગીરી વધી ગઈ હતી. ત્યારબાદ તેણે વૃદ્ધાને મારવાનું શરૂ કરી દીધું હતું. નોંધનીય છે કે,ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. નોંધનીય છે કે, ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ તપાસની માગ કરવામાં આવી રહીં છે. જો કે, હજી સુધી કાર્યવાહીના કોઈ સમાચાર સામે આવ્યાં નથી.

આ પણ વાંચો: Banaskantha: 1,886 લોકો બન્યા સાયબર ક્રાઇમનો ભોગ, પોલીસે અરજદારોને 2 કરોડથી વધુની રકમ પરત અપાવી

Tags :
DiuDiu NewsLatest Gujarati Newslocal newsVimal Prajapati
Next Article