Jamnagar માં EDની તપાસ, વેપારી આલમમાં ફફડાટ, શું છે કારણ?
- Jamnagar માં EDની ટીમની કાર્યવાહી
- જમીન મકાનના વ્યસાય સાથે સંકળાયેલ લાલા ગોરીયાના ઘરે દરોડા
- આર્થિક ગોટાળા સંબંધિત ઇનપુટ મળતા EDની ટીમ જામનગરમાં
- ધંધાર્થી ઘરે નહીં હોવાનું સામે આવ્યું
પોલીસ પ્રોટેક્શન હેઠળ સર્ચ ઓપરેશન
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સી ED ની ટીમે સ્થાનિક પોલીસ પ્રોટેક્શન સાથે આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગોરિયાના રહેઠાણ અને સંભવિત ઠેકાણાઓ પર ED ની ટીમોએ સઘન તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ લાલા ગોરિયા આર્થિક ગોટાળા અને હવાલા સંબંધિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની શંકા છે, જેના આધારે દિલ્હી અને અમદાવાદ સ્થિત EDના અધિકારીઓની એક ખાસ ટીમે આ કાર્યવાહી માટે જામનગર પહોંચી હતી.
Jamnagar માં લાલા ગોરિયા ઘરે હાજર નહીં હોવાનું સામે આવ્યું
દરોડા દરમિયાન એક મહત્વપૂર્ણ બાબત એ સામે આવી કે, જે સમયે EDની ટીમોએ ગોરિયાના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું, તે સમયે ધંધાર્થી લાલા ગોરિયા પોતે તેમના નિવાસસ્થાને હાજર ન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની ટીમે તેમના પરિવારજનો અને અન્ય સ્ટાફની હાજરીમાં ઘરમાં રહેલા તમામ દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અન્ય મિલકતો સંબંધિત કાગળિયાંની ચકાસણી શરૂ કરી છે. ગોરિયાની ગેરહાજરીમાં હવે તપાસ એજન્સી દ્વારા તેમના સંભવિત ઠેકાણાઓ વિશે માહિતી મેળવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Valsad: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ક્રિકેટ મેચ રમ્યા, બેટિંગ, બોલિંગમાં હાથ અજમાવ્યો


