ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar માં EDની તપાસ, વેપારી આલમમાં ફફડાટ, શું છે કારણ?

જામનગરમાં ED ની ટીમે જમીન-મકાનના ધંધાર્થી લાલા ગોરિયાના નિવાસસ્થાને આર્થિક ગોટાળાના ઇનપુટ્સના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસ પ્રોટેક્શન હેઠળ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જોકે, દરોડા સમયે તે મળી આવ્યો ન હતો. EDની ટીમો દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને તપાસનો મુખ્ય મદાર હાથ લાગનારા પુરાવાઓ પર છે.
06:25 PM Nov 28, 2025 IST | Mahesh OD
જામનગરમાં ED ની ટીમે જમીન-મકાનના ધંધાર્થી લાલા ગોરિયાના નિવાસસ્થાને આર્થિક ગોટાળાના ઇનપુટ્સના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસ પ્રોટેક્શન હેઠળ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જોકે, દરોડા સમયે તે મળી આવ્યો ન હતો. EDની ટીમો દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને તપાસનો મુખ્ય મદાર હાથ લાગનારા પુરાવાઓ પર છે.
Jamnagar
Jamnagar:આર્થિક ગેરરીતિઓ અને મોટા નાણાકીય ગોટાળાના ઇનપુટ્સ મળતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમે શુક્રવારે સવારે જામનગરમાં હલચલ મચાવી દીધી હતી. જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા શહેરના જાણીતા ધંધાર્થી લાલા ગોરિયા(Lala Goria)ના નિવાસસ્થાન અને ઓફિસ પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને કારણે જામનગરના વેપારી આલમમાં સન્નાટો ફેલાઈ ગયો છે.

પોલીસ પ્રોટેક્શન હેઠળ સર્ચ ઓપરેશન

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સી ED ની ટીમે સ્થાનિક પોલીસ પ્રોટેક્શન સાથે આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગોરિયાના રહેઠાણ અને સંભવિત ઠેકાણાઓ પર ED ની ટીમોએ સઘન તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ લાલા ગોરિયા આર્થિક ગોટાળા અને હવાલા સંબંધિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની શંકા છે, જેના આધારે દિલ્હી અને અમદાવાદ સ્થિત EDના અધિકારીઓની એક ખાસ ટીમે આ કાર્યવાહી માટે જામનગર પહોંચી હતી.

Jamnagar માં લાલા ગોરિયા ઘરે હાજર નહીં હોવાનું સામે આવ્યું

દરોડા દરમિયાન એક મહત્વપૂર્ણ બાબત એ સામે આવી કે, જે સમયે EDની ટીમોએ ગોરિયાના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું, તે સમયે ધંધાર્થી લાલા ગોરિયા પોતે તેમના નિવાસસ્થાને હાજર ન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની ટીમે તેમના પરિવારજનો અને અન્ય સ્ટાફની હાજરીમાં ઘરમાં રહેલા તમામ દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અન્ય મિલકતો સંબંધિત કાગળિયાંની ચકાસણી શરૂ કરી છે. ગોરિયાની ગેરહાજરીમાં હવે તપાસ એજન્સી દ્વારા તેમના સંભવિત ઠેકાણાઓ વિશે માહિતી મેળવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Valsad: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ક્રિકેટ મેચ રમ્યા, બેટિંગ, બોલિંગમાં હાથ અજમાવ્યો

Tags :
edfinancial scamGujaratFirstJamgunarLala Goriaproceedingsraids
Next Article