Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, GETCO દ્વારા માત્ર પોલ ટેસ્ટ લેવાશે

વધુ એક સરકારી ભરતીની પ્રક્રિયા રદ કરવામાં આવી છે. વડોદરામાં GETCO દ્વારા વિદ્યુત સહાયકની ભરતીને રદ કરી દેવામાં આવી છે. અને વિધાથી ઉમેદવારોને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. અહીં ગુજરાત ફર્સ્ટ અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. GETCO દ્વારા...
ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર  getco દ્વારા માત્ર પોલ ટેસ્ટ લેવાશે
Advertisement

વધુ એક સરકારી ભરતીની પ્રક્રિયા રદ કરવામાં આવી છે. વડોદરામાં GETCO દ્વારા વિદ્યુત સહાયકની ભરતીને રદ કરી દેવામાં આવી છે. અને વિધાથી ઉમેદવારોને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. અહીં ગુજરાત ફર્સ્ટ અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે.

GETCO દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે તમામ વિધાર્થી ઉમેદવારને હવે ફરી પોલ ટેસ્ટ આપવાનો રહેશે. અને ફરી ભરતી કરવામાં આવશે. અહીં રાજકોટ,ભરૂચ અને મહેસાણાની ઝોનની વિદ્યુત સહાયકની ભરતી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં GUVNL અને GETCOની માર્ગદર્શિકાનો ભંગ થયો હતો. જેમાં પોલ ટેસ્ટમાં ક્ષતિ સામે આવી છે. જેથી આ સમગ્ર પરીક્ષા ટૂંક સમયમાં ફરીથી લેવામાં આવશે.

Advertisement

અગાઉ જે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હશે તે ઉમેદવારોની લેખિત પરીક્ષા ફરી લેવામાં આવશે નહીં. હવે માત્ર પોલ ટેસ્ટ આપવાનો રહેશે. આ નિર્ણય લેવામાં આવતા ઉમેદવારોએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો છે.

Advertisement

આ પણ વાંચો - આ ઉતરાયણમાં સુરતી લાલાઓએ પતંગ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડશે

Tags :
Advertisement

.

×