Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રક્ષાબંધન સ્પેશ્યલ: બહેનનું અનોખું રક્ષાસૂત્ર; કિડની દાન કરી ભાઈને આપ્યું નવું જીવન

રક્ષાબંધન સ્પેશ્યલ: રક્ષાબંધનનો અનોખો પ્રસંગ: બહેનની કિડનીએ ભાઈને આપ્યું જીવનદાન
રક્ષાબંધન સ્પેશ્યલ  બહેનનું અનોખું રક્ષાસૂત્ર  કિડની દાન કરી ભાઈને આપ્યું નવું જીવન
Advertisement
  • રક્ષાબંધન સ્પેશ્યલ: બહેનનું અનોખું રક્ષાસૂત્ર: કિડની દાન કરી ભાઈને આપ્યું નવું જીવન
  • ગાંધીનગરની બહેને બાંધી અજોડ રાખડી: કિડની આપી બચાવ્યો ભાઈ
  • રક્ષાબંધનનો સાચો અર્થ: સુશીલાબેને ભાઈ માટે કિડની દાન કરી

રક્ષાબંધન સ્પેશ્યલ: ભારતની યશોભૂમિમાં ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ હંમેશાથી અનોખો રહ્યો છે. પૌરાણિક કથાઓમાં યમુનાએ યમને અને દ્રૌપદીએ શ્રીકૃષ્ણને રાખડી બાંધીને રક્ષાનું અભયદાન માગ્યું હતું. આજે 21મી સદીમાં પણ આ સંબંધની મજબૂતી અને પ્રેમની ઝલક આપણી આસપાસ જોવા મળે છે. ગાંધીનગરમાં રહેતા 50 વર્ષીય કિરણભાઈ પટેલની વાર્તા આવી જ એક પ્રેરણાદાયી ઘટના છે, જેમાં તેમની મોટી બહેન સુશીલાબેને કિડની દાન કરીને ભાઈને નવું જીવન આપ્યું છે.

ચાર બહેનોના એકના એક ભાઈને ગંભીર બિમારી

કિરણભાઈ પટેલ ભરૂચની ફર્ટિલાઈઝર કંપનીમાં નોકરી કરતા હતા. બે વર્ષ પહેલાં તેમને કિડનીની ગંભીર બીમારીનું નિદાન થયું. તબીબોએ જણાવ્યું કે તેમની બંને કિડની ફેલ થઈ ગઈ છે અને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. આ સમાચારે કિરણભાઈના પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી અસર કરી. તેમના દીકરો અને દીકરી, જેઓ ઓસ્ટ્રેલિયામાં રહે છે, ચિંતામાં ડૂબી ગયા. કિરણભાઈના ધર્મપત્ની સતત પ્રાર્થના કરતા હતા, પરંતુ આ મુશ્કેલીનો સામનો કરવા પરિવાર માનસિક રીતે તૈયાર ન હતો.

Advertisement

આ પણ વાંચો-કરોડોની જમીન, બાંધકામ સહિતનો ખર્ચ Gujarat University કરશે અને વહીવટ ખાનગી કલબ કરશે

Advertisement

બહેનો બની આશાનું કિરણ

આ ઘેરી ઉદાસી વચ્ચે કિરણભાઈની ચાર મોટી બહેનો આશાનું કિરણ બનીને આગળ આવી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનરની શોધ શરૂ થઈ, અને કિરણભાઈ ડાયાલિસિસ પર જીવન વ્યતીત કરવા લાગ્યા. જ્યારે આ વાતની ખબર તેમની બહેનોને પડી, ત્યારે ચારેય બહેનોએ નાના ભાઈને કિડની આપવા માટે તૈયારી દર્શાવી. બાળપણમાં જે ભાઈને આંગણામાં રમાડ્યો હોય, તેની આવી હાલત જોઈને બહેનોનું હૃદય દ્રવી ઉઠ્યું.

ચાર બહેનોનો પ્રેમ, એક ભાઈનું જીવન: રક્ષાબંધનની પ્રેરણાદાયી કહાની

ચાર બહેનોનો પ્રેમ, એક ભાઈનું જીવન: રક્ષાબંધનની પ્રેરણાદાયી કહાની

ત્રણ બહેનો ન આપી શકી કિડની

સૌથી મોટી બહેન, જે કેનેડામાં રહે છે, તરત ભારત આવી અને ટેસ્ટ કરાવ્યા, પરંતુ તેમની વધતી ઉંમર અને બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે તેમની કિડની લેવાની મંજૂરી ન મળી. ત્રીજા નંબરની બહેનના રિપોર્ટમાં ખબર પડી કે તેમને જન્મજાત માત્ર એક જ કિડની છે. ચોથી બહેન આંશિક દિવ્યાંગ હોવાથી તેમની કિડની પણ લઈ શકાય નહીં. અંતે, બીજા નંબરની બહેન સુશીલાબેનની કિડની મેચ થઈ અને ટ્રાન્સપ્લાન્ટનો નિર્ણય લેવાયો.

કિરણભાઈ જણાવે છે, “સુશીલા બહેન અને મારા બનેવી ભુપેન્દ્રભાઈએ આખી પ્રક્રિયામાં મને હિંમત આપી. બહેનના રિપોર્ટ્સ કરાવવાથી લઈને ઓપરેશન સુધી બનેવીએ અમને સતત સાથ આપ્યો. તેમનો સહકાર આ સફળતાનો મોટો હિસ્સો છે.” 58 વર્ષની સુશીલાબેન કહે છે, “ભાઈનું દુઃખ બહેન કેવી રીતે જોઈ શકે? અમે ચારેય બહેનો તૈયાર હતી, પરંતુ મારી કિડની મેચ થઈ. મારા સાસરી પક્ષે પણ આ નિર્ણયમાં મને સંપૂર્ણ સમર્થન આપ્યું.”

આ પણ વાંચો-જામનગરમાં ડિજિટલ અરેસ્ટનો ખેલ: ₹26.90 લાખ પડાવનાર આરોપી ઝડપાયો

બહેન સાથે બનેવીએ પણ આપ્યો સાથ સહકાર 

કિરણભાઈ કહે છે કે, સુશીલા બહેનની સાથે મારા બનેવી ભુપેન્દ્રભાઈ પણ હંમેશા મારી જોડે આવતા. બહેનના રિપોર્ટ્સ કરાવતી વખતે તેઓ અમને ભાઈ બહેન બંનેને હિંમત આપતા અને સમજાવતા. મારી બહેને મને કિડની આપી તેમાં મારા બનેવીનો પણ એટલો જ સધિયારો અને સહકાર જવાબદાર છે.

58 વર્ષના સુશીલાબેન પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવે છે કે, બહેન એના ભાઈનું દુઃખ કેવી રીતે જોઈ શકે ! અમને ખબર પડતા જ અમે ચારેય બહેનો કિડની આપવા તૈયાર થઈ ગયા હતા. મારે કિડની આપવાની છે એવું નક્કી થયું ત્યારે મારી સાસરીમાં આખાય પરિવારે મને સપોર્ટ કર્યો છે.

સરકારી હોસ્પિટલમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ

અમદાવાદની IKDRC (Institute of Kidney Diseases and Research Centre) સરકારી હોસ્પિટલમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ બાદ કિરણભાઈ છેલ્લા દોઢ વર્ષથી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. IKDRCમાં છેલ્લા ત્રણ વર્ષમાં 20 બહેનોએ ભાઈને અને 3 ભાઈઓએ બહેનને કિડની દાન કરીને આ પવિત્ર સંબંધને અમર કર્યો છે. કિરણભાઈની ચાર બહેનોનો આ સ્નેહ અને તેમની તૈયારી સમાજ માટે પ્રેરણારૂપ છે. આ રક્ષાબંધન, સુશીલાબેનનું કિડની દાન ખરેખર એક અનોખું રક્ષાસૂત્ર બની રહ્યું, જેણે ભાઈને નવું જીવન આપ્યું.

અહેવાલ- સંજય જોષી, ગાંધીનગર

આ પણ વાંચો-Junagadh : ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા યુવક પોતે કચેરીનાં ગેટ સામે સુઈ ગયો! જુઓ Viral Video

Tags :
Advertisement

.

×